ગુજરાતના નાણા વિભાગના કર્મચારીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ બદલ કરાયો સસ્પેન્ડ

ગાંધીનગરઃ ગુજરાતના નાણા વિભાગમાં કામ કરતા એક વર્ગ 3ના કર્મચારીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરવાના આરોપ સર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. કર્મચારીને પેન્શન કેસમાં સાંપ્રદાયિક…

ગુજરાતના નાણા વિભાગમાં કામ કરતા એક વર્ગ 3ના કર્મચારીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરવાના આરોપ સર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. કર્મચારીને પેન્શન કેસમાં સાંપ્રદાયિક...

ગુજરાતના નાણા વિભાગમાં કામ કરતા એક વર્ગ 3ના કર્મચારીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરવાના આરોપ સર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. કર્મચારીને પેન્શન કેસમાં સાંપ્રદાયિક...

follow google news

ગાંધીનગરઃ ગુજરાતના નાણા વિભાગમાં કામ કરતા એક વર્ગ 3ના કર્મચારીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરવાના આરોપ સર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. કર્મચારીને પેન્શન કેસમાં સાંપ્રદાયિક અભિગમ અપનાવાને લઈને અને જેહાદી શિક્ષણ આપવાના આરોપ સાથે સસ્પેન્શન હાથમાં આવ્યું છે. નાણા વિભાગમાં રાષ્ટ્ર વિરોધી કામ કરવા બદલ કોઈ સસ્પેન્ડ થયું હોય તેવો લગભગ આ પહેલો કિસ્સો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા તુલાકાના ટ્રેઝરી ઓફિસર ગુલબશા ભીખુશા જાડેજાએ આદેશમાં જણાવ્યું છે કે સાંપ્રદાયિક અભિગમ, કોચિંગના નામે જેહાદી શિક્ષણ આપવા, કાયદાને પડકારી રાષ્ટ્ર વિરોધી ગતિવિધી પેન્શનના કેસોમાં કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે.

કેવી રીતે લોખંડી સાંકળો દાહોદની મહિલાની જીંદગીનો એક ન છૂટનારો હિસ્સો બની !

સાંપ્રદાયિક સૌહાર્દ બગાડનારી પોસ્ટ
પેન્શનના કેસમાં કામ કરતાં ગુલબશા જાડેજાએ કરેલા ઓર્ડરમાં કહેવાયું છે કે, સોશ્યલ મીડિયા પર તેમની પોસ્ટ સાંપ્રદાયિક સૌહાર્દ બગાડનારી હતી. આ કેસમાં તે ફોજદારી કાર્યવાહીનો પણ સામનો કરે તેવી શક્યતાઓ છે. તેમણે ઓર્ડરમાં એ પણ કહ્યું છે કે, સસ્પેન્શનના સમય દરમિયાન તેમને ડાંગ જિલ્લામાં રહેવાનું છે. ત્યાં ટ્રેઝરી ઓફિસને પોતાનું એડ્રેસ અને સપર્કની વિગતો આપવાની છે. ઉપરાંત વિભાગની પરવાનગી વગર તે જિલ્લો પણ છોડી શકશે નહીં. જો તે શરતોનું ઉલ્લંઘન કરે છે તો મળવાપાત્ર ભથ્થા બંધ કરી દેવામાં આવશે.

    follow whatsapp