કૌશીક કાંટેચા.કચ્છઃ ભુજના નગરચકલા વિસ્તારમાં રહેતા એક દંપતિ વચ્ચે હાલમાં આવેલી અજય દેવગનની ‘ભોલા’ ફિલ્મ જોયા બાદ ઝઘડો થયો હતો. પતિને ફિલ્મ પસંદ ન હોવાથી પતિ ગુસ્સે થઈ ગયો હતો અને પત્ની પર આવી ખરાબ ફિલ્મ જોઈને પૈસા વેડફવાનો આરોપ લગાવ્યો હતો. પતિએ પત્નીને માર મારી જીવથી મારી નાખવાની ધમકી આપી હતી, એવી ફરિયાદ પત્નીએ પોલીસમાં નોંધાવી છે.
ADVERTISEMENT
‘આજ તને જીવતી નહીં છોડું’- ભોલા જોઈને પતિનો પિત્તો ગયો
પોલીસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજના નગરચકલા વિસ્તારમાં રહેતી ક્રિષ્નાબા અમરસિંગ મોડે તેના પતિ અમરસિંગ સંગ્રામસિંગ મોડ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, તેણી તેના પતિ સાથે ભુજના સુરમંદિર સિનેમા હોલમાં ભોલા ફિલ્મ જોવા ગઈ હતી. ફિલ્મ જોઈને બંને 9.30 વાગે ઘરે આવ્યા હતા અને પછી પતિએ કહ્યું હતું કે મને ભોલા ફિલ્મ ગમી નથી. બધા અને પૈસા વેડફાઈ ગયા. આ અંગે બોલાચાલી ઉગ્ર બની અને પાછળથી ગુસ્સામાં પતિએ પત્નીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પતિએ કહ્યું હતું કે, આજે હું તને જીવતી નહીં છોડું, તેવું ફરિયાદમાં જણાવ્યું હતું.
સલમાન ખાનને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી મળી, આ વખતે ફોન કરનારે તારીખ પણ જણાવી
પત્નીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવી પડી
ફરિયાદી પત્નીને ઈજાઓ થતા સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.આ બનાવ બાદ ભુજ શહેર એ ડીવીઝન પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધપાત્ર વાત એ છે કે, હાલમાં ફિલ્મ ભોલાને લઈને ચર્ચા ચાલી રહી છે, ભોલા ફિલ્મ થ્રિલર અને એક્શન, ઈમોશન ફિલ્મ છે, જેમાં હીરો અજય દેવગન ખૂબ જ એક્શનથી ભરપૂર અંદાજમાં જોવા મળી રહ્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT