અમદાવાદઃ અમદાવાદની સાબરમતી જેલમાં જ્યારે માફિયા અતીક અહેમદ બંધ હતો ત્યારે પણ તેણે ઉમેશ પાલની હત્યા કરાવી નાખી હોવાના આરોપ તેના પર લાગ્યા હતા. જેલમાં બંધ અતીકને એવી તો કેવી સુવિધાઓ મળી હશે કે આ ઘટનાને અંજામ આપી શક્યો હશે તે તમામ પ્રશ્નો હજુ વણ ઉકલ્યા છે. ત્યાં જ ઉત્તર પ્રદેશમાં મીડિયાના કેમેરા સામે જ કેટલાક શખ્સો દ્વારા અતીક અને તેના ભાઈ અશરફની જાહેરમાં હત્યા કરી દીધી છે. આ દરમિયાનમાં કેટલીક વ્હોટ્સએપ ચેટના સ્ક્રિન શૉટ્સ ફરતા થયા છે. કથિત રીતે આ ચેટ અતીકે જેલમાંથી કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે તેની સચોટ પુષ્ટી થઈ નથી કે તંત્ર તરફથી તે અંગે કોઈ ખુલાસો થયો નથી. વાયરલ થયેલી આ ચેટ્સ અંગે આવો જાણીએ.
ADVERTISEMENT
ઉદ્ધવ જેવી હાલત પવારની! NCPના 30 ધારાસભ્યો અજિત પવારના નેતૃત્વમાં ભાજપ સાથે જવા તૈયાર?
ન્યૂઝ રિપોર્ટ્સના અનુસાર સાબરમતી જેલમાં બેસીને અતીક લોકોને ધમકાવતો હતો. અતીકના વ્હોટસએપ ચેટથી આ ખુલાસો થયો છે કે કેવી રીતે સળિયા પાછળ બેસેલો માફિયા વસુલીનું રેકેટ ચલાવતો હતો. આમાં મુસ્લિમ નામનો એક બિલ્ડર છે જેને અતીક પોતાના દિકરાઓને પૈસા પહોંચાડવાનું કહે છે. આ ચેટમાં અતીક એવું પણ લખે છે કે તેમના દિકરા ના ડોક્ટર બનશે ના વકીલ બનશે.
કયા કેસમાં બિશ્નોઈની NIA સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી થશે! 7 દિવસના માગ્યા હતા રિમાન્ડ
‘ખુબ જલ્દી હિસાબ કરીશ’
કથિત ચેટમાં અતીક દ્વારા લખાયું હોવાનું કહેવાય છે, તેણે લખ્યું છે કે, મુસ્લિમ સહાબ પુરા અલ્હાબાદમાં ઘણાઓએ હંમેશા ફાયદો ઉઠાવ્યો છે પરંતુ સૌથી વધારે તમારા ઘરે ઉઠાવ્યો. આજ *** લોકો અમારી સામે એફઆઈઆર લખાવી રહ્યા છો અને પોલીસની છાયામાં કામ કરી રહ્યા છો. ખુબ જલ્દી હિસાબ કરી નાખીશ.
ગીર-સોમનાથઃ બે સિંહ ભાઈઓની ગજબ કહાની, છૂટા પડ્યા-ફરી મીલન, ગામમાં રામ-લખનથી જાણીતા
‘મારા દિકરા ના ડોક્ટર બનશે ના વકીલ’
આ કથિત ચેટમાં લખ્યું છે કે, હું તમને છેલ્લી વાર કહી રહ્યો છું કે ખૂબ જ જલ્દી સ્થિતિઓ બદલાવાની છે. મેં ધીરજ રાખી છે, મારો કોઈ છોકરો ડોક્ટર કે વકીલ નહીં બને અને માત્ર હિસાબ થવાનો છે અને જ્યાં સુધી તમારા ઘરની વાત છે ત્યાં સુધી ઈન્શાઅલ્લાહ કોઈને મારવા યોગ્ય નથી. પણ હું તમને વચન આપું છું, સારા, મુસ્લિમ અને મુસ્લિમના સસરા, આ ત્રણેય જણ પેટ ભરીને માર ખાશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT