રાજકોટઃ સૃષ્ટિ રૈયાણીને 34 ઘા મારી પતાવી નાખનાર પાગલ પ્રેમીને ફાંસી

રાજકોટઃ રજેતપુર સેશન્સ કોર્ટ દ્વારા એક તરફી પ્રેમમાં પાલગ થઈને સગીર વયની દીકરીને પેટમાં 34 ઘા મારીને ક્રુરતા પુર્વક તેની હત્યા કરવા બદલ શખ્સને ફાંસીની…

gujarattak
follow google news

રાજકોટઃ રજેતપુર સેશન્સ કોર્ટ દ્વારા એક તરફી પ્રેમમાં પાલગ થઈને સગીર વયની દીકરીને પેટમાં 34 ઘા મારીને ક્રુરતા પુર્વક તેની હત્યા કરવા બદલ શખ્સને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. અગાઉ વર્ષ 2021માં માર્ચ મહિનામાં જતસર ગામમાં આ ચકચાકી ઘટના બની હતી. કોર્ટે દોષિત શખ્સ જયેશ સરવૈયાને ફાંસીની સજા સંભળાવી છે. ક્રુરતા પુર્વક કરેલી હત્યા, પુરાવાઓ અને પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ મુકાયેલા ફોરેન્સીક પુરાવાઓએ આ કેસમાં મદદ પુરી પાડી હતી.

Banaskantha: રામ રાખે એને કોણ ચાખે, હત્યારાઓથી હેલ્મેટે બચાવ્યો જીવ,જાણો કેવી રીતે ?

સૃષ્ટીની કરપીણ હત્યાનો ન્યાય
જેતલસર ગામમાં ગત વર્ષ 2021ના માર્ચ મહિનાની 16મી તારીખે સૃષ્ટિ રૈયાણી નામની એક સગીર વયની દીકરીની હત્યા થઈ હતી. આ મામલામાં જયેશ સરવૈયા નામના એક પાગલ પ્રેમીએ એક તરફી પ્રેમમાં સગીર વયની દીકરીને પેટમાં છરીના ઘા મારીને પતાવી દીધી હતી. તેના માથે પ્રેમનું પાગલપન એવું સવાર થયું હતું કે તેણે સગીરાને એક બે નહીં પરંતુ ખુબ જ ક્રુરતાથી 34 ઘા માર્યા હતા. લોહીના ખાબોચિયા વચ્ચે સગીરાનો જીવ જતો રહ્યો હતો. આ કેસમાં પોલીસે હત્યા કરનાર શખ્સ જયેશ સરવૈયાની ધરપકડ કરી હતી અને બાદમાં તેને કોર્ટમાં રજુ કર્યો હતો. કેસ જેતપુર સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ પુરાવાઓ, સાક્ષીઓ અને પોલીસ તપાસના તથ્યો તથા ક્રુરતા પુર્વક કરવામાં આવેલી હત્યાને ધ્યાને લઈને આ મામલામાં જયેશ સરવૈયાને ફાંસીની સજાનો કડક હુકમ સંભળાવ્યો હતો.

Exam: કાલથી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનો થશે પ્રારંભ, તંત્રની પણ સાચી પરીક્ષા

આ મામલો ભારે ચકચારી બન્યો હતો
સુરતમાં થયેલી ગ્રીષ્મા હત્યાની ઘટના અને સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ ભારે ચકચારી બન્યા હતા. એક તરફી પ્રેમમાં પાગલ બનેલા શખ્સો દ્વારા કરવામાં આવેલી આ બંને ઘટનાએ સમગ્ર સુરત, રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશને હચમચાવી મુક્યા હતા. સૃષ્ટિ રૈયાણીની હત્યા પછી ઘણા નેતાઓએ પણ પરિવારને સાત્વના આપવા હાજરી આપી હતી.  ધોરણ 11માં ભણતી આ દીકરી અને તેના ભાઈ હર્ષ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. જોકે હર્ષ બચી ગયો હતો અને સૃષ્ટીનું મોત નિપજ્યું હતું. એટલું જ નહીં આ શખ્સ એટલો બેશરમ હતો કે લોહીલુહાણ કપડા અને હત્યા કરેલા હથિયાર સાથે ભર બજારે નિકળ્યો હતો જાણે કોઈ મોટું પરાક્રમ કર્યું હોય.

કિંજલ દવેએ સગાઈ તૂટ્યા પછી કરી પહેલી પોસ્ટઃ કહ્યું ‘જીંદગી…’

જાણો શું હતી ઘટના
જેતલસર ગામે 16 માર્ચ 2021ના રોજ ભર બપોરે સગીરા અને તેનો ભાઈ ઘરે એકલા હતા, ત્યારે છરી વડે કરેલ હુમલો કર્યો હતો. ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરાની છરીના 34 ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. સાથે જ તેના ભાઈ હર્ષ રૈયાણીને પણ છરીના પાંચ જેટલા ઘાં ઝીંકવામાં આવ્યા હતા. જ્યારે તેના નાના ભાઈને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતા. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બેચરાજી, ડીસા સહિતના શહેરોમાં તંત્રને આવેદનપત્ર આપી સગીરા હત્યા કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે માંગણી પણ કરવામાં આવી હતી. જે તે સમયે કોંગ્રેસમાં રહેલા હાર્દિક પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ જે તે સમયે ગુજરાત કેબિનેટમાં મંત્રી પદે રહેલા અને હાલ જેતપુરના ધારાસભ્ય એવા જયેશ રાદડિયાએ પણ ગૃહ મંત્રી સહિતનાઓને આરોપીને કડકમાં કડક સજા મળે તે પ્રકારે રજૂઆત કરી હતી. સત્તા પક્ષ- વિપક્ષના નેતાઓએ જેતલસર તરફની વાટ પકડી હતી અને સગીરાના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

    follow whatsapp