રજનીકાંત જોશી.દ્વારકાઃ ઓખા પોલીસમાં આજે શનિવારે સાંજે અચાનક મોટી હિલચાલ જોવા મળી રહી હતી. જોકે આ અચાનક હિલચાલ કેમ થઈ રહી છે તેની જાણકારી મેળવવાનો પ્રાયસ કરતા સામે આવ્યું કે મોટી સંખ્યામાં લોકો ભરેલી બોટ ઓખા બેટ દ્વારકાના દરિયામાં ઓટના કારણે ઓછા પાણીમાં રેતીમાં ફસાઈ ગઈ હતી. ઓખા બેટ દ્વારકા દરિયામાં ઓટના કારણે ઓછા પાણીમાં રેતીમાં ફસાઈ ગયેલા બોટમાં યાત્રિકોની મદદ કરવા ઓખા પોલીસ તેમની વહારે પહોંચી હતી.
ADVERTISEMENT
પોલીસ હતી પેટ્રોલિંગમાં અને મળી ગઈ મદદ
આજે શનિવારે સાંજના સમયે બેટ દ્વારકાથી યાત્રિકો લઈને તરફ ફરી રહી હતી ત્યારે દરિયામાં ઓટના કારણે પાણી ખૂબ જ ઓછા થઈ જવાથી બોટ રેતીના ધોવાણમાં નીચે અટકી ગઈ હતી અને ફસાઈ ગઈ હતી. ગભરાઈ ગયેલા લોકો મદદ માટે રાહ જોઈ રહ્યા હતા. એટલામાં છેલ્લા ફેરાની બોટ હોવાને કારણે પાછળ આવી રહેલી પોલીસ પેટ્રોલિંગ બોટને જોઈને લોકોએ મદદ માંગી. જેથી પેટ્રોલિંગ બોટમાં હાજર ડીવાયએસપી સમીર સારડા અને પીએસઆઈ દેવ વાંઝાએ ઓખાથી સંપર્ક કરી ને મદદ માટે નાની બોટને બોલાવી હતી. પોલીસે યોગ્ય બંદોબસ્ત કરીને પોલીસે યાત્રાળુઓને બીજી બોટમાં એક પછી એક સ્થાનાંતરિત કર્યા અને ઓછા માણસો રહ્યા બાદ પોલીસ બોટથી ધક્કો મારીને રેતીમાં ફસાઈ ગયેલી બોટને પણ પાણીમાં ફરી તરતી કરી હતી. યાત્રિકોને સહી સલામત ઓખાના દરિયા કિનારે પહોંચાડી પોલીસે “rescue operation” પાર પાડ્યું. આ રેસક્યું ઓપરેશનમાં પોલીસ બોટમાં અધિકારીઓ સાથે બોટનાં પાઇલટ, હેકો હરદાસભાઈ, કમાન્ડો દેવશી મુંધવા જોડાયા હતા.
ADVERTISEMENT