સંજયસિંહ રાઠોડ.સુરત: Facebookમાં છોકરીનું નકલી આઈડી બનાવી વીડિયો કોલના માધ્યમથી હની ટ્રેપમાં ફસાવનાર ગેંગ ઝડપાઈ છે. જે ગેંગ દ્વારા લોકોને કેવી રીતે ફસાવાય છે તે જાણીને એવા લોકોએ ચેતી જવાની જરૂર છે જેઓ સોશિયલ મીડિયા પર રૂપાળી છોકરીનો ફોટો જોઈ લપસી જવામાં વાર કરતા નથી. અહીં લપસવા કરતાં વિવેક બુદ્ધીનો ઉપયોગ ઘણું બધું બચાવી શકે છે. અહીં આ ઘટનામાં છોકરીના નામનું નકલી Facebook એકાઉન્ટ બનાવી સુરતના યુવકને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. આ ગેંગને સુરતની વરાછા પોલીસે ઝડપી પાડી છે.
ADVERTISEMENT
સુરત પોલીસના ‘જમાઈ’ બનવા નીકળેલા હથિયાર સાથેના શખ્સો CCTVમાં કેદ
પોલીસ મદદ જરૂર કરશે પણ ચેતી જવું જરૂરી
પોલીસે સુરતના હનીટ્રેપના એક કેસમાં એક ગેંગને ઝડપી પાડી છે. જેમાં નકલી પત્રકાર અને પોલીસ બની હની ટ્રેપમાં એક યુવકને ફસાવી 16 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. વરાછા પોલીસે આ મામલે 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ Facebookમાં છોકરીનું નકલી આઈડી બનાવી વીડિયો કોલના માધ્યમથી યુવકને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર આવા ઘણા એકાઉન્ટ્સ છે જેમાં મહિલાની તસવીર હોય અને વિગતો પણ હોય છતા તેનો ઉપયોગ પુરુષો દ્વારા થતો હોય. આવા એકાઉન્ટમાંથી થતી ગેરકાયદે બાબતોને કારણે હાલના સમયે લોકોને ચેતી જવાની જરૂર છે. જોકે હનીટ્રેપ સહિતની સાયબર ઘટનાઓમાં આમ તો ક્યારેય ફસાવવા જેવું લાગે તો તુરંત પોલીસની મદદ માગવાથી યોગ્ય નિરાકરણ મળ્યાના અઢળક કિસ્સા છે પરંતુ તે પહેલા સચેત રહેનારા સદા સુખી જેવું છે.
તરૂણે પૈસાનો વરસાદ કરાવવાની લાલચે 9 વર્ષના બાળકની બલી ચઢાવી દીધી
પોલીસે 6 આરોપીને દબોચ્યા
સુરતમાં એક યુવક હની ટ્રેપનો શિકાર બન્યા હોવાની ઘટના સામે આવી છે. Facebook પર નકલી યુવતીનો આઈડી બનાવી એક યુવકને વીડિયો કોલ પર હની ટ્રેપ નો શિકાર બનાવવામાં આવ્યો હતો. જેમાં નકલી પોલીસ અને નકલી પત્રકાર બની યુવક પાસે શાળા 16 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ વરાછા પોલીસને થતા વરાછા પોલીસે હાનિ ટ્રેપના માધ્યમથી લોકો પાસે રૂપિયા પડાવતી આખી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે કુલ છ જેટલા આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી છ લાખ જેટલા રૂપિયા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT