સુરતઃ સુરતમાં માથાભારે તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. જયારે લીંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોની ગેંગ ઘાતકી હથિયારો સાથે ફરતી દેખાઈ હતી. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. બનાવને પગલે પોલીસની ઢીલી કામગીરીને લઈને લોકોમાં ફિટકારની લાગણી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
જામનગરઃ હાપા યાર્ડમાં નવા જીરુની આવક શરુ, આજે મુહૂર્તમાં મણના રૂ. 16500 બોલાયા
CCTVમાં મજનુ ગેંગના સાગરિતો દેખાયા
સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીના CCTV હાલ સોશ્યલ મીડિયા પર ફરતા થયા છે. જેમાં આ વિસ્તારમાં આવેલા માથાભારે મજનુ પચ્ચીસ ગેંગ ફરતી જોવા મળી રહી છે. આ સીસીટીવીમાં માથાભારે મજનુ અને સાગરિત હત્યારો સાથે દેખાયા હતા. જેમની પાસે બે લોડેડ પિસ્ટલ, ચપ્પુ સહિતના અન્ય હથિયારો આ CCTV માં કેદ થઇ ગયા છે. જયારે લોકોમાં ભયનો માહોલ ઊભો કરવા અને ભાઈગીરી કરવા માટે આ પ્રકારે માથાભારે ગેંગ ઘાતકી હથિયારો લઈને ફરે છે અને તે પણ બિન્દાસ્ત, પોલીસની કડક ચેકિંગ, પેટ્રોલિંગ વગેરે જાણે સામાન્ય માણસોને જ નડતા હોય તેવું લાગી રહ્યું છે. તો આ સીસીટીવી જોતા એમ લાગી રહ્યું છે કે પોલીસની ઢીલી કામગીરી અને તેમની રહેમ નજર હેઠળ આવી ગેંગના સાગરિતો છુટાદોર સાથે ફરી રહ્યા છે.
(વીથ ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT