ગાંધીનગરઃ બોલિવૂડમાં લાંબા સમય બાદ કમબેક કરી રહેલા શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં બેશરમ રંગ સોન્ગમાં ‘ભગવા બિકિની’ને લઈને શરૂ થયેલો વિવાદ હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે બજંરગ દળ સહિત અન્ય હિન્દું સંગઠનો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મામલાને લઈને ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોશિએશન દ્વારા સરકારને પત્ર લખી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોશિએશનના પ્રમુખ મનુભાઈ પટેલ તેમજ અન્ય થિયેટર માલિકોએ સરકાર પાસે કડક સુરક્ષા વ્યવ્સ્થા માંગી કરી હતી અને કહ્યું કે રાજ્ય સરકારે કડક સુરક્ષા આપવાની બાંહેધરી આપી છે તેથી અમે સુરક્ષા હેઠળ આ ફિલ્મ રિલિઝ કરવા માટે તૈયાર છીએ.
ADVERTISEMENT
ભલે સીન હટાવ્યા પણ રિલીઝ નહીં થવા દઈએઃ બજરંગ દળ
ઉલ્લેખનીય છે કે આ તરફ બજરંગ દળ દ્વારા પણ ગમે તેમ આ ફિલ્મની રિલીઝને અટકાવવાની હઠ પકડી લેવામાં આવી છે. આ બધા વચ્ચે બજરંગ દળના પ્રમુખ જવલિત મહેતાએ ચીમકી ઉચ્ચારી કે ભલે પઠાણ ફિલ્મમાં એ વિવાદિત દ્રશ્ય હટાવી દેવામાં આવ્યા હોય પરંતુ વારંવાર આ પ્રકારે હિંદુ ધર્મનું અપમાન કરવામાં આવે છે તેથી અમે આ ફિલ્મ રિલીઝ થવા નહીં દઈએ.
વડોદરાઃ નો-પાર્કિંગનું વાહન ટો કરી તોડ કરવા જતા બે પોલીસ કર્મીઓને પડ્યું ભારે
થિએટર માલિકોની સુડી વચ્ચે સોપારી જેવી હાલત
મહત્વનું છે કે આ બધા વચ્ચે મલ્ટીપ્લેક્સ માલિકોની સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ ફિલ્મ રિલીઝ વખતે ચુસ્ત સુરક્ષા વ્યવ્સ્થા પુરી પાડવાની બાંહેધંરી સરકારે આપતા આગામી 25 જાન્યુઆરીના રોજ પઠાણ ફિલ્મ રિલીઝ થશે ત્યારે બીજીબાજુ બજરંગ દળ હજુ પણ વિરોધ કરી રહ્યું છે ત્યારે જોવું રહ્યું કે 25 જાન્યુઆરીએ શું થાય છે.
ADVERTISEMENT