શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ગોધરામાં ગમે ત્યારે અંધાર પટ છવાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જોકે તેની પાછળનું કારણ કોઈ કુદરતી કે ખગોળીય ઘટના નથી પરંતુ માનવસર્જિત ઘટના છે. નગરપાલિકા વિસ્તારના MGVCL લાઈટ બીલના 151 કનેક્શનમાં 8.33 કરોડ વીજ બીલ બાકી છે. જેને લઈને MGVCL દ્વારા બાકી નાણાની ભરપાઈ માટે ગોધરા નગરપાલિકાને નોટિસ ફટકારી છે. સાથે જ કડક સ્વરમાં કહ્યું છે કે, જો સમયસર બીલ ભરવામાં નહીં કરવામાં આવે તો કનેક્શન કાપી નાખવામાં આવશે. હવે જો ગોધરા પાલિકાના કનેક્શન્સ કપાઈ જાય તો ગોધરા શહેરમાં અંધારપટની સ્થિતિ ઉથી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના વેરા પણ ઘણા બાકી છે જેના કારણે પગારથી લઈને પેન્શનર્સને પેન્શન આપવાના પણ વાંધા પડી ગયા છે. કેટલાક લોકોના બાકી રહેતા વેરા અને બીલને કારણે તંત્રને ચલાવવું મુશ્કેલ બનવા લાગ્યું છે.
ADVERTISEMENT
પરીક્ષામાં ફેરફાર: સરકાર 9થી12 ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા પણ ટાઇમે લેવા અસમર્થ
શહેરના 11 વોર્ડમાં પાણીની પણ સર્જાઈ શકે સમસ્યા
ગોધરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોટર વર્કસ શાખા અને સ્ટ્રીટલાઈટના અત્યાર સુધી 8.33 કરોડના વીજળીના બીલ બાકી છે. આ અંગે MGVCL દ્વારા ગોધરા નગરપાલિકાને લેખિત નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં બાકી વીજળીના બીલના રૂપિયા ભરવામાં નહીં આવ્યા તો નગરપાલિકાના કનેક્શન્સ કાપી નાખવામાં આવશે તેવી આકરી ચેતવણી આપી છે. ગોધરા નગરપાલિકા વિસ્તારમાં કુલ 11 વોર્ડનો સમાવેશ થાય છે અને અહીં અંદાજીત 1.40 લાખ કરતાં વધુ લોકો વસવાટ કરે છે. 106 જેટલી સ્ટ્રીટ લાઈટ અને 45 જેટલા વોટર વર્કસ શાખામાં MGVCL દ્વારા જ વીજળી પુરી પાડવામાં આવે છે. શહેરના વોટર વર્કસનું જ 7.47 કરોડ જેટલું વીજળીનું બીલ બાકી છે અને આવા સંજોગોમાં નગરપાલિકાનું કનેક્શન કપાાઈ જાય તો ગોધરાના 1.40 લાખથી વધુ લોકોને પાણીનો ગંભીર પ્રશ્ન ઊભો થઈ શકે છે. કેમ કે, ગોધરામાં નિયમિત પાણીના વિતરણ માટે તંત્ર દ્વારા ડેમમાંથી મોટર દ્વારા પાણી ખેંચી શહેરમાં આવેલી ટાંકીમાં લાવે છે અને પછી દરેક વોર્ડમાં પાણીનું વિતરણ કરાય છે. ગોધરામાં આ ઉપરાંત 106 જેટલા વીજ કનેક્શન ફીટ કરવામાં આવ્યા છે, જે સ્ટ્રીટ લાઇટનું 85 લાખ જેટલું વીજળી બીલ થઈ ગયું છે.
અમદાવાદના વાડજમાં ચાલતા બુલડોઝરને લઈ જીગ્નેશ મેવાણી લાલઘૂમ, સરકાર પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ
MGVCLના અધિક્ષક ઈજનેરે કહ્યું નિયમ પ્રમાણે કાર્યવાહી થશે
MGVCLના અધિક્ષક ઇજનેર એન. એ. શાહે કહ્યું કે, ગોધરા નગરપાલિકામાં MGVCLના વીજ બીલના કુલ 151 જેટલા કનેક્શનના રૂપિયા 8 કરોડ અને 33 લાખ ચુકવવાના બાકી બોલે છે. તેમાં સ્ટ્રીટલાઈટના 106 કનેક્શનમાં 85 લાખ અને બાકી નાણા માટે નગરપાલિકાને અવાર નવાર પત્ર દ્વારા નોટિસ પણ આપાઈ છે. જો બાકી નાણાં ગોધરા નગરપાલિકા દ્વારા સમયસર ભરવામાં આવશે નહીં તો મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી નિયમ પ્રમાણે કાર્યવાહી કરાશે.
ADVERTISEMENT