દર્શન ઠક્કર.જામનગરઃ જામનગર જિલ્લા પંચાયતના વર્ષ 2023-24ના બજેટ માટેની જનરલ બોર્ડની બેઠક આજે પંચાયતનાં સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં જામનગર જિલ્લા પંચાયતનું વર્ષ 2023/24 માટેનું સ્વભંડોળનું બજેટ રજૂ કરવામાં આવ્યું. આ ઉપરાંત વર્ષ 2022-23 નું સુધારેલું બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2023-24 ના બજેટના આંકડા જણાવે છે કે, 01/04/2023 ના દિવસે જિલ્લા પંચાયતની તિજોરીમાં સ્વભંડોળની ખૂલતી સિલક રૂ.4.42 કરોડની રહેશે. વર્ષ દરમિયાન આશરે રૂ.3.65કરોડની આવક થશે. આમ આવક 3.65 કરોડ છે અને તેમાં જો સિલક ઉમેરવામાં આવે તો કુલ રકમ 8.07કરોડ થાય છે. જે પૈકી વર્ષ દરમિયાન રૂ.6.98 કરોડનો અંદાજિત ખર્ચ થશે એવી ધારણા બાંધવામાં આવી છે. જેથી વર્ષ આખરે બંધ સિલક રૂ.1.09કરોડ રહેશે.
ADVERTISEMENT
રાજકોટઃ સૃષ્ટિ રૈયાણીને 34 ઘા મારી પતાવી નાખનાર પાગલ પ્રેમીને ફાંસી
જિલ્લા પંચાયત પ્રમુખે શું કહ્યું?
જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાએ પોતાની બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ રૂ. 172 કરોડના કામો પ્રગતિમાં છે અને આગામી દિવસોમાં રૂ. 110કરોડના કામો હાથ ધરવામાં આવશે. આગામી નાણાકીય વર્ષમાં ચેકડેમ મરામત અને નવા ચેકડેમ બાંધવા કુલ રૂ.70 લાખની જોગવાઈ કરવામાં આવી છે. રસ્તાઓની મરામત માટે રૂ.140 લાખની જોગવાઈ કરવામાં આવી છે. પછાત વિસ્તારોમાં કોમ્યુનિટી હોલ બનાવવા કુલ રૂ.60 લાખની જોગવાઈ કરવામાં આવી છે.
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 3.9 ની તીવ્રતા નોંધાઈ
આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં નવા 94 પંચાયતઘરોનાં કામો પ્રગતિ હેઠળ છે. 16 કામો પૂર્ણ થયાં છે. 27 પંચાયત ઘરો બનાવવા મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. મનરેગા યોજનામાંથી કુલ 121 પંચાયતઘરો બનાવવામાં આવશે. જેથી ગ્રામ્ય મજૂરોને રોજી મળશે. આ બજેટ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ વગેરે અધિકારીઓ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Surat માં સ્ટંટ કરવા જતા બાળક જોરદાર પટકાયો, માતાપિતાને ચેતવતા CCTV આવ્યા સામે
વિપક્ષનો ટેબલ પર ચઢી બજેટ કોફી ફાડી વિરોધ
બીજી બાજુ બજેટ બેઠકમાં વિપક્ષ કોંગ્રેસ સભ્ય જે.પી.મારવિયાએ ટેબલ પર ચઢી બજેટ સ્પીચની કોપી ફાડી વિરોધ વ્યક્ત કર્યો હતો. પોતાને બજેટની કોપી ના મળતી હોવાનો આક્ષેપ સાથે દેખાવો કર્યા હતા. જ્યારે વિપક્ષ સભ્ય મારવિયાને પોલીસ દ્વારા સભાગૃહ બહાર લઇ જવામાં આવ્યા હતા અને તેમની અટકાયત કરી હતી. આમ, વિપક્ષના વિરોધ વચ્ચે જામનગર જિલ્લા પંચાયતના વર્ષ 2023/24ના બજેટને બહુમતીથી મંજુર કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT