મોરબીઃ આપણી ખાણી પીણી, લાઈફ સ્ટાઈલ, વ્યવહાર, પ્રદુષણ નાસ્તા, ખાનપાનની ક્વોલિટિ, ખેત પેદાશોમાં વપરાતી દવાઓ, નિંદ્રા…. એવા તો શું કારણો હોઈ શકે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનાઓ વધારે જોવા મળી રહી છે અને તેમાં પણ યુવાવસ્થામાં પણ. કે પછી અત્યાર સુધી આવી ઘટનાઓની નોંધ ન્હોતી લેવાતી? સવાલો ઘણા ઊભા થઈ રહ્યા છે ત્યારથી જ્યારથી છેલ્લા ઘણા સમયથી ક્યારેક રમતના મેદાનમાં તો ક્યારેક જીમમાં, ક્યારેક શાંતીથી બેઠા-બેઠા, તો ક્યારેક ચાલુ વાહને… લોકોના થઈ રહેલા હાર્ટ એટેકથી મોતને લઈને આરોગ્ય વિભાગે વિચારવું રહ્યું. હમણાં જ સુરતની પણ એક ઘટના સામે આવી છે જેમાં એક વેપારી વ્યક્તિ બાઈક પર પાછળ બેઠા હતા અને અચાનક હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું છે. ત્યારે વધુ એક ઘટના મોરબીમાં સામે આવી છે જેમાં એક વ્યક્તિને દરવાજો ખોલવા જતા જ એટેક આવ્યો અને જીવ ગયો હતો.
ADVERTISEMENT
ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર થયો આટલો મોટો દંડઃ 4 ખનીજ ચોરોને 1.21 અબજ રૂપિયા ભરવા નોટિસ
ગણતરીનની સેકંડમાં ધડામથી નીચે પટકાયા
મોરબીાં રફાળેશ્વર નજીક ફેક્ટરીમાં કામ કરતા એક વ્યક્તિને આજે રવિવારે એટેક આવ્યાના સીસીટીવી સામે આવ્યા છે. 43 વર્ષના શ્રીહરી બહાદુર પરિપાળને અચાનક હાર્ટ એટેક આવતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. મેટાટેક ઈન્ડસ્ટ્રીમાં તેઓ કામ કરતા હતા. દરમિયાન દરવાજો ખોલવા જઈ રહ્યા હતા ત્યારે દરવાજે પહોંચતા જ તેમનું હૃદય બેસી ગયું હતું. જોકે ત્યાં જે તે સમયે કોઈ હાજર ન હતું. તેઓ ધડામ કરતા નીચે પટકાયા હતા અને જાણે ક્ષણ માત્રનો ખેલ હોય તેમ સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ વ્યક્તિનો જીવ જતો રહ્યો હતો.
(ઈનપુટઃ રાજેશ આંબલિયા, મોરબી)
ADVERTISEMENT