અરવલ્લીઃ મોડાસાના સાકરિયા ગામની એક સગીર દીકરીના અપહરણના કેસમાં બે મહિના થવા છતા પોલીસ દીકરીને શોધી નહીં શકતા પરિવારજનોમાં ખુબ ચિંતાનો માહોલ છે. પોતાનું સંતાન થોડા સમય માટે પણ આંખેથી દૂર થાય તો માતા-પિતાના કેવા હાલ થાય છે ત્યાં બે મહિનાથી દીકરી ક્યાં છે તેનો કોઈ પત્તો પરિવારને લાગી રહ્યો નથી ત્યારે પોલીસ પણ મદદ નહીં કરી શકતા પરિવારજનોમાં ખુબ નારાજગી અને દુઃખની લાગણી છે.
ADVERTISEMENT
G 20 સમિટને લઈ રાજ્યમાં તડામાર તૈયારી શરૂ, રિયલટાઇમ અપડેટ માટે સોશિયલ મીડિયા અકાઉન્ટ શરૂ કરાયા
મોડાસા પીઆઈ પર નારાજ પરિવાર
મોડાસાના સાકરિયા ગામની એક સગીર વયની દીકરી બે મહિના પહેલા અપહરણ થતા હજુ સુધી મળી આવી નથી. પોલીસની તપાસમાં કરવામાં આવી રહેલી આળસને પગલે સતત પરિવાર દીકરીથી વંચિત છે અને પોલીસ સ્ટેશનના વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે તેવો પરિવારે આક્ષેપ કર્યો છે. તપાસ મોડાસા પીઆઈ સામે પીડિત પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે. પરિવારનું કહેવું છે કે પોલીસ તપાસ કે અન્ય બાબતો કરતાં અમારા માટે દીકરી સલામત મળી જાય તે જ પ્રાથમિકતા છે.
(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT