વડોદરાઃ વડોદરામાં ઠેરઠેર જ્યાંત્યાં વાહન પાર્કિંગની સમસ્યાઓ વધી રહી છે ત્યારે લોકો પાસે નિયમોનું પાલન કરાવવાની જવાબદારી ટ્રાફિક શાખાના માથે છે તેવા સંજોગોમાં નો પાર્કિંગમાંથી વાહન ટો કર્યા પછી દંડ વસુલવાને બદલે તોડ કરતા પોલીસ કર્મચારીઓ પણ ઓછા નથી. આવા જ બે પોલીસ કર્મચારીઓ આજે બુધવારે એસીબીના છટકામાં આબાદ ફસાઈ ગયા હતા.
ADVERTISEMENT
ચાલુ સ્કુટીમાં યુવકે યુવતીને ખોળામાં બેસાડી કરી બેશરમ હરકત, VIDEO VIRAL
એસીબીએ કેવું છટકું ગોઠવ્યું
પોલીસ ઈન્સપેક્ટર એમ કે સ્વામીને ટ્રાફીકના કર્મચારીઓ નો પાર્કિંગ ઝોનમાં વાહન ક્રેનમાં ચઢાવ્યા પછી ટોઈંગ સ્ટેશન ખાતે જઈને વાહન માલિકો પાસેથી દંડની પાવતી આપ્યા વગર લાંચ પેટે રૂપિયા 100થી 1000 સુધીનો તોડ કરતા હોવાની વિગતો મળી હતી. જે પછી આજે બુધવારે એક વાહન સાથે સહકાર કેળવી નર્મદા ભુવન નો પાર્કિંગ ઝોન ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં એલઆરડી જયંતિ કડાવાભાઈ કટારા અને હેડ કોન્સ્ટેબલ ભાવસીંગ ગોરધનભાઈ રાઠવા આ વાહન ટો કરી લે છે અને બાદમાં તેને ટોઈંગ સ્ટેશન મોતીબાગ ખાતે લઈ જાય છે. જ્યાં રૂપિયા 400 વાહન છોડવા પેટે લાંચ માગે છે. જોકે તેમને ખબર જ નથી કે આ વાહન ટો કરવામાં પોતાની નોકરીના વાંધા પડી જશે. તેઓ આ લાંચ સ્વીકારે છે અને તે લાંચ અંગેની હેતુલક્ષી વાતચિત પંચની સામે કરે છે. જે પછી એસીબી તેમને ઝડપી પાડે છે અને તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT