અમદાવાદઃ ફ્રીડમ પોસ્ટ મુકી મેડિકલના વિદ્યાર્થીએ અટલબ્રિજ પરથી કુદી કર્યો આપઘાત

અમદાવાદઃ અમદાવાદના અટલબ્રિજ પરથી મંગળવારે સાંજે એક યુવકે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. અહીં ફરવા આવેલા અનેક સહેલાણીઓ આ દૃશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા…

gujarattak
follow google news

અમદાવાદઃ અમદાવાદના અટલબ્રિજ પરથી મંગળવારે સાંજે એક યુવકે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. અહીં ફરવા આવેલા અનેક સહેલાણીઓ આ દૃશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાને પગલે તુરંત ફાયર વિભાગના લાશકરો સ્થળ પર દોડી આવ્યા હતા. અને બે કલાકની મહેનત પછી યુવકને શોધ્યો હતો. જોકે ત્યાં સુધી યુવકનું મૃત્યુ થઈ ચુક્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું કે આ યુવકે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘટનાના આઠેક કલાક પહેલા ફ્રીડમ પોસ્ટ મુકી હતી. જે પછી તેણે આ પગલું ભર્યું હતું.

પોલીસ અધિકારી બન્યો રાક્ષસ, 12 મહિલાઓ સાથે 48 વાર દુષ્કર્મ સહિત અનેક અપરાધ

પોસ્ટમાં યુવક ડૂબતો હોય તેવું બતાવ્યું અને પછી…
મૂળ પાલનપુરનો રહેવાસી પારિતોષ મોદી નામનો યુવક એનએચએલ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે એમબીબીએસના બીજા વર્ષમાં હતો. તેના પિતા પણ પાલનપુરની હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેનો નાનો ભાઈ પણ વડોદરામાં એમબીબીએસમાં અભ્યાસ કરે છે. બુધવારે તે કોલેજ પરથી સીધો અટલ બ્રિજ આવી પહોંચ્યો હતો. અહીં તેણે સાબરમતી નદીમાં પડતુ મુકી દીધું હતું. તે પહેલા યુવકે સોશિયલ મીડિયા પર ઉપર દર્શાવેલી ફ્રીડમ પોસ્ટ મુકી હતી. હાલના તબક્કે પોલીસ માની રહી છે કે વિદ્યાર્થીએ ભણતરના ભારણથી કંટાળીને પગલું ભર્યું હોઈ શકે છે.તેણે પોતાની પોસ્ટમાં યુવક ડુબી રહ્યો હોય અને તેને મુક્તી મળી રહી હોય તેવી પોસ્ટ મુકી હતી. જેના થોડા જ કલાકો પછી પારિતોષે પોતાનો જીવ પાણીમાં કુદીને આપી દીધો હતો.

વડોદરાઃ નો-પાર્કિંગનું વાહન ટો કરી તોડ કરવા જતા બે પોલીસ કર્મીઓને પડ્યું ભારે

પ્રેમ પ્રકરણથી પારિતોષનો દૂર સુધી નાતો નહીં
જોકે પારિતોષ ભણવામાં હોશિયલ હોવાનું અને ક્યારેય કોઈ સાથે ઝઘડો કે અણબનાવ હોવાનું પણ સામે આવ્યું નથી. આ ઉપરાંત તપાસ દરમિયાન તેને કોઈ ટીચર દ્વારા કે પેરેન્ટ્સ દ્વારા ઠપકો અપાયાનું પણ સામે આવ્યું નથી. જે પછી પોલીસને પ્રેમ પ્રકરણ હોવાની પણ શંકા ગઈ પરંતુ તે તરફ પણ પારિતોષ દૂર સુધી કોઈ નાતો ન ધરાવતો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે તેના મૃત્યુ પાછળનું નક્કર કારણ કહેવામાં પોલીસને પણ હાલ અસમંજસ જેવી સ્થિતિ છે. તેના આકસ્મિક પગલાને કારણે પરિવાર અને મિત્ર વર્તૂળમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

    follow whatsapp