ગોધરાઃ ગોધરામાં ફતેપુરા નજીક આરોપીઓને લઈને જતી પોલીસ વાનને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં પોલીસ વાન પલટી ખાઈ જતાં આરોપીઓ અને પોલીસ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. વાનમાં ત્રણ આરોપીઓ હતા અને છ પોલીસ જવાનો હતા. આરોપીઓને લઈને જતી આ વાનનો અકસ્માત થતા તુરંત તેમને 108 એમ્બ્યૂલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
બાઈક ચાલક વચ્ચે આવતા પોલીસ વાનને થયો અકસ્માત
ગોધરાના ફતેપુરા પાસે આજે સોમવારે પોલીસ વાનનો અકસ્માત થયો હતો. ત્રણ આરોપીઓને ઝાલોદથી ફતેપુરા લઈ જઈ રહેલી વાનનો ફતેપુરા નજીકના વલૂંટા ખાતે અકસ્માત થયો હતો. રસ્તામાં જ્યારે વાન જતી હતી ત્યારે એક બાઈક સવાર વચ્ચે આવી જતા પોલીસ વાનના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો અને તેમાં વાન પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં પોલીસ જવાનો અને આરોપીઓ પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. કુલ 9 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. તેમની મદદ માટે પણ ઘણા આવી ગયા હતા. બનાવને પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સારવાર માટે તેમને ખસેડ્યા પછી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
(વીથ ઈનપુટઃ શાર્દુલ ગજ્જર, ગોધરા)
ADVERTISEMENT