દર્શન ઠક્કર.જામનગરઃ જામનગર મનપાના ફૂડ સેફટી ઓફિસર્સની ટીમ દ્વારા ગત સપ્તાહે કરવામાં આવેલી કામગીરીનો અઠવાડિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં નાગનાથ ગેટ પાસે આવેલા જય ભોલે રેસ્ટોરન્ટમાં રૂબરૂ ઈન્સ્પેક્શન દરમિયાન 1 કિલો દાળ 2 કિલો બાફેલા શાકભાજી, 4 કિલો ભાત વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલો હતો. ત્યારબાદ દીપક ટોકીઝ રોડ પર આવેલ આર.એમ.બાજરીયા પ્રોવીઝન સ્ટોરમાં રૂબરૂ ઈન્સ્પેક્શન દરમિયાન પાણીપુરીની પૂરીના 30 પેકેટ વાસી/લેબલ વગરના મળી આવતા સ્થળ પર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
કૌભાંડ બહાર ન આવે તે માટે કુંવરજી બાવળીયાએ સામાજિક આગેવાન પર હુમલો કરાવ્યો? જાણો ચોંકાવનારો
બીજા કોના ઉપર થઈ કાર્યવાહી
તો પટેલ કોલોની વિસ્તારમાં આવેલા Zorko રેસ્ટોરન્ટમાંથી 500 ગ્રામ નૂડલ્સ, 200 ગ્રામ બાફેલા બટેટા અને 5 નંગ આલુટીક્કી ખરાબ અને વાસી જણાતા સ્થળ પર નાશ કરાવવા ઉપરાંત રણજીત રોડ પર આવેલા નેન્સી સીઝન સ્ટોર્સમાં સેવ, પૂરી, કારેલી, ચક્રી વગેરે મળી કુલ 20 પેકેટ લેબલ વગરના મળી આવતા સ્થળ પર નાશ કરાવ્યા છે. જયારે રણજીત સાગર રોડ ઉપર આવેલ સીઝનલ મસાલા સ્ટોર ધરાવતા વિક્રેતાઓ ને 4 જેટલી વગર લાયસન્સ અંગેની નોટિસ આપવામાં આવી હોવાનું જાહેર કરાયું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT