ગોપી ઘાંઘર/અમદાવાદ: સટ્ટાકિંગ ગણાતો જીતુ થરાદ જે છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ છે, તેની ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ભોજન કરતી તસવીર હવે સોશયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે. હાલમાં અમદાવાદના માધુપુરા વિસ્તારમાં પડેલી સટ્ટાકાંડ પર રેડને લઈને પણ જીતુ થરાદનું નામ સામે આવ્યું હતું. જેમાં પોલીસે આરોપી તરીકે જીતુ થરાદ વિરોદ્ધ પણ ગુનો નોંધ્યો છે. આ કેસમાં કેટલાક આરોપી પકડાયા છે જ્યારે બીજા આરોપી દેશની બહાર છે. અમદાવાદ પોલીસના લિસ્ટમાં જીતુ થરાદ વોન્ટેડ આરોપી છે.
ADVERTISEMENT
2000 કરોડના સટ્ટાકાંડમાં જીતુ થરાદનું નામ
અમદાવાદના 2000 કરોડના સટ્ટાકાંડમાં જેનું નામ ખૂલ્યું છે તેવો જીતુ થરાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગર્વનર હાઉસમાં ભોજન લેતો દેખાય છે. જીતુ થરાદ ઉર્ફે જીતુ ઠક્કર દેશ અને વિદેશમાં અનેક મિલકતનો માલિક છે, ભારતનો વોન્ટેડ જીતુ થરાદ દુબઈથી અત્યારે પોતાના સટ્ટાનો કારોબાર ચલાવે છે અને દેશ વિદેશમાં રિયલ એસ્ટેટથી લઇ અનેક ક્ષેત્રમાં પોતાની પ્રોપર્ટી ખરીદીને પણ રાખી છે.
વોન્ટેડ આરોપી કેવી રીતે ગવર્નર હાઉસ સુધી પહોંચ્યો?
ગર્વનર હાઉસમાં હજારો મહેમાનો આવતા હોય છે, તેમની સુરક્ષાને લઇને ચુંક થઈ હોય તેવું માનવામાં આવે છે. આ તસ્વીરને લઈને હવે સવાલ ઉભા થઈ રહ્યા છે કે પોલીસના ચોપડે વોન્ટેડ આરોપી કેવી રીતે ગવર્નર હાઉસમાં રાજ્યપાલ સાથે ભોજન કરે છે. દુબઈના આ વોન્ટેડ આરોપીનું ગવર્નર હાઉસ સુધી પહોંચવું મોટી ચુંક માનવામાં આવે છે. માનવા આવે છે કે જ્યારે રાજ્યપાલ કોઈને પોતાના મહેમાન તરીકે કોઈને બોલાવતા હોય છે ત્યારે તેમને તકલીફ ના પડે તે માટે વધારે ચેકિંગ નથી કરાતું.
(નોંધ: આ તસવીર ક્યારની છે તેની Gujarat Tak પુષ્ટિ કરતું નથી)
ADVERTISEMENT