Gujarat Tak Exclusive: રાજકોટ અગ્નિકાંડની FIR માં સૌથી મોટો ખુલાસો, જાણો કોણ છે મુખ્ય આરોપી

Rajkot Gamezone Fire Updates: રાજકોટ શહેરના નાના મૌવા રોડ પર આવેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 28 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યાં છે. ગઈકાલે સાંજે ભીષણ આગ લાગ્યા બાદ શહેરના રસ્તાઓ એમ્બ્યુલન્સના સાઈરનથી ગુંજી ઉઠ્યા હતા.

Rajkot Gamezone Fire Updates

અગ્નિકાંડ પાછળ જવાબદાર કોણ?

follow google news

Rajkot Gamezone Fire Updates: રાજકોટ શહેરના નાના મૌવા રોડ પર આવેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 28 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યાં છે. ગઈકાલે સાંજે ભીષણ આગ લાગ્યા બાદ શહેરના રસ્તાઓ એમ્બ્યુલન્સના સાઈરનથી ગુંજી ઉઠ્યા હતા. ગણતરીની મિનિટોમાં જ 28 જેટલા મૃતદેહો હોસ્પિટલ પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. 

 

5 કિલોમીટર સુધી દેખાતા હતા ધુમાડા

આગની જાણ થતાં ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને અંદર ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ હાથ ધર્યું હતું, સાથે જ આગ ઓલવવાની તજવીજ હાથ ધરી હતી. આ આગ એટલી ભયાનક હતી કે તેના ધૂમાડા ગોટેગોટા 5 કિલોમીટર સુધી દેખાયા હતા. રાજકોટમાં TRP ગેમ ઝોન આગ દુર્ઘટના કેસમાં સતત નવી અપડેટ સામે આવી રહી છે.  

આ પણ વાંચોઃ 'ગેમ ઝોનમાં મારા નાના ભાઈની નોકરીનો પહેલો જ દિવસ હતો' આટલું કહેતા જ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો કવિરાજ

 

6 લોકો સામે નોંધી ફરિયાદ 

 

આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની છે. પોલીસે આ મામલે કુલ 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. જેમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. .

આ કલમ મુજબ નોંધાયો ગુનો

પોલીસે તમામ આરોપીઓ સામે આઈ.પી.સી કલમ 304, 308, 337, 338, 114 મુજબ ગુનો નોંધ્યો છે. FIR માં જણાવવામાં આવ્યું છે કે, TRP ગેમ ઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર (1) ધવલભાઈ ભરતભાઈ ઠક્કર તથા રેસ વે એન્ટરપ્રાઈઝના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, (3) કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, (4) પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, (5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, (6) રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમાં ખુલે તે તમામ ઈસમોએ આશરે 50 મીટર પહોળું અને આશરે 60 મીટર લાબું અને બેથી ત્રણ માળ જેટલું ઉંચું લોખંડ તથા પતરાનું ફેબ્રીકેશનથી માળખું ઉભું કરીને ગેમ ઝોન બનાવી આ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચીવળી  આગને રોકી મનુષ્યજીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયર ફાયટીંગના સાધનો રાખ્યા વગર ઉપરાંત અગ્નિશમન વિભાગની NOC કે પ્રમાણ મેળવ્યા વગર આ જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી રહ્યા હતા. 

આ પણ વાંચોઃ 'મોતના ગેમ ઝોન'ના મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકી પર કોનો હાથ? ગોંડલ-રાજસ્થાન કનેક્શન પણ સામે આવ્યું

28 મૃતદેહ મોકલવામાં આવ્યા હતા હોસ્પિટલમાં

 

FIR મુજબ ગઈકાલે આગ લાગ્યા બાદ ગેમ જોનનું 60 મીટર લાંબુ તથા આશરે 50 મીટર પહોળું ફેબ્રીકેશનનું આખું સ્ટ્રક્ચર આગની લપેટમાં આવી ગયું હતું. જે બાદ ફાયર વિભાગ દ્વારા પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જે ભાગમાં આગ કાબૂમાં આવી હતી, તે જગ્યાએથી પ્રવેશ કરીને ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગથી બળેલા માન શરીરોને બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. 


ફાયરના સાધનો પણ નહોતા 

આ ટીઆરપી ગેમ ઝોન સંપૂર્ણ ફેબ્રીકેશનના સ્ટકચર પર બનેલું છે, જેમાં બેઝ તરીકે લોખંડની એન્ગલો તથા ગેલ્વેનાઈઝના પતરાનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. અંદરના ભાગમાં ગેમ ઝોનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઈલેક્ટ્રીક વાયરિંગ તેમજ AC ના વેન્ટ લાગેલા હતા, સાથે ગેમ ઝોનમાં કોઈ ફાયરના સાધનો પણ નહતા. તો ફાયર વિભાગની NOC પણ નહોતી.      


 

    follow whatsapp