અમદાવાદઃ આજતકના પંચાયત કાર્યક્રમ દરમિયાન ગુજરાત વિધાનસભાના પરિણામો, રાજકારણ, ખેલ, મતદાનના સીધા સાક્ષી રહેલા પૂર્વ મુખ્યમંત્રી અને રાજકારણના જુના જોગી શંકરસિંહ વાઘેલાએ આજે પત્રકાર ગોપી ઘાંઘર સાથે વાતચિતમાં પોતાના રાજકીય સ્ટેન્ડ અંગે સ્પષ્ટતા તો કરી જ છે સાથે જ આજનું રાજકારણ અને મતદારો કઈ તરફ જોવા મળી રહ્યા છે તે અંગે વાત કરી છે. તો આવો જાણીએ તેમણે શું કહ્યું છે.
ADVERTISEMENT
રાજકારણમાં કોઈ વફાદાર હોતું નથીઃ વાઘેલા
શંકરસિંહ વાઘેલા કહે છે કે, આઝાદી પહેલા એક મીશન હતું, હવે અહીં મલાઈ છે. એમપી એમએલએની સુવિધાઓ એવી છે એટલી વીવીઆઈપી ટ્રીટ મળે છે. તેવી છાપ સામાન્ય લોકોમાં છે. હવે કોઈ પાર્ટીમાં ડેમોક્રેસી તો છે જ નહીં. અહીં તો એ જ લોકો બેસે છે કે સલામ મારો, ખુશ કરો. લોકો સમજે કે આ લોકોનું ભવિષ્ય આપણા હાથમાં છે. કોઈ પાર્ટી મેની ફેસ્ટોમાં નથી કહેતી કે અમે તમારું ખરાબ કરીશું પણ કરે છે. સેવામમાં મેવાની ગંધ આવે છે. પાર્ટીમાં ચમચા નેતાઓ કામ પર પછી લાગી જાય છે. મારો પોતાનો અનુભવ છે કે રાજકારણમાં કોઈ વફાદાર નથી હોતું. તમારો માણસ છે તેવું માનવું નહીં જોઈએ.
માર્કેટિંગમાં ભાજપ ઘણો ખર્ચ કરે છેઃ બાપુ
તેમણે કહ્યું કે, પબ્લીક લાઈફની ચીજને પાર્ટી સાથે ન જોડવી જોઈએ. જનતાના મગજમાં બેસી જાય કે આ ન જોઈએ તે ખતરનાક છે, ભાજપ નથી જોઈતી તેવું જનતામાં ઉપસી રહ્યું છે. 27 વર્ષ પછી માર્કેટિંગ નામની ચીજ છે, માર્કેટિંગ માર્કેટિંગ માર્કેટિંગ છે. ભાજપને શાસનમાં રહેવું છે, કોંગ્રેસમાં ગ્રુપ્સ છે, આ મારો માણસ, મારો માણસ, સિસ્ટમ ફેઈલયોર થઈ રહ્યું છે. માર્કેટિંગના કારણે ખર્ચો ઘણો થાય પણ લોકોના મગજમાં ઠસી જવાય. ભાજપે માર્કેટિંગમાં ઘણો ખર્ચ કર્યો છે. હવે ઓવરડોઝ થાય છે અને એ પણ પબ્લીકના રૂપિયાથી. તેમણે કહ્યું કે આ વખતે લોકોના મગજમાં લોકો કંટાળ્યા છે. કાર્યકર્તાઓને મારવા ધમકાવવા આ ડેમોક્રેસી તો નથી. હું જનસંઘમાં હતો ભાજપમાં હતો, ક્યારેય પાર્લામેન્ટ્રી બોર્ડ ન હતા.
ચૂંટણી પહેલા સ્પષ્ટ કર્યું પોતાનું સ્ટેન્ડ
હું પલ્બીક લાઈફમાં છું, મારી કોઈ પર્સનલ લાઈફ નથી. આ ચૂંટણીમાં હું મારા પોતાના માટે નથી. અમારી પબ્લીક લાઈફ લાંબી છે. હું ભાજપ અને કોંગ્રેસને પર્સનલી જાણું છું. મને મારી પાર્ટી આટલી ભ્રષ્ટ ન હોવી જોઈએ હું જુની ભાજપની વાત કરું છું. તમારા માટે નહીં જનતા માટે નેતા પસંદ કરો આવું મારું માનવું રહ્યું છે. હું કહું છું મહેરબાની કરીને જનતાને કહું છું. કાળો ચોર ચાલશે પણ આજની બીજેપી નહીં. એક વખત આનાથી છૂટો અને જુઓ શું ફરક પડે છે. કોંગ્રેસ નકામી છે તો 5 વર્ષ પછી બદલી નાખજો. મતદાર તમને ભગવાનનું રૂપ જોવે છે, અને તમે તેને જુઠું બોલીને છેતરો છો. હું આ ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ અને કોંગ્રેસના માટે કેમ્પેઈનિંગ કરીશ. હું જનતાને કહીશ કે ભાજપથી કોંગ્રેસ અને કોંગ્રેસથી ભાજપ આવું કરો, કોઈ અલ્લુ લલ્લુને વચ્ચે ન નાખો. જે નેતાઓને ખરીદે છે તેમને શરમ આવવી જોઈએ. બીકાઉ માલ તો ઘણો હોય બજારમાં પણ સારી રાજનીતિ કરનારાઓએ આવું ન કરવું જોઈએ અને વેચાતો માલ ન ખરીદવો જોઈએ.
ADVERTISEMENT