સુરતઃ સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના ખોદકામ વખતે કેટલીક ઐતિહાસિક તોપો મળી આવી હતી. ચોક બજાર વિસ્તારમાં થઈ રહેલા મેટ્રો પ્રોજેક્ટના કામ દરમિયાન મળી આવેલી તોપ કેટલી જુની છે તેની હાલ તો જાણકારી સામે આવી નથી પરંતુ અહીં ચોક બજાર વિસ્તારમાં એક કિલ્લો પણ આવેલો છે. તેના પરથી તોપ તે સમયથી અહીં હોય તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે.
ADVERTISEMENT
ભારે વજન છે તોપમાં
સુરતના ચોક બજાર વિસ્તારમાંથી આજે બુધવારે ખોદકામ દરમિયાન ત્રણ જેટલી ઐતિહાસિક તોપ મળી આવી હતી. જોકે હજુ ખોદકામમાં બીજું શું શું મળી શકે છે તે પ્રશ્નો પણ ઊભા થયા છે. કારણ કે અહીં ઐતિહાસિક ધરોહર પણ ક્યાંકને ક્યાંક વિકાસના નીચે દટાઈને ન રહે તેવું પણ તંત્ર ઈચ્છી રહ્યું છે. આ તોપ મળ્યાની જાણકારી મળતા જ સુરતના મેયર સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે અહીં તોપનું વજન કેટલું હશે તેનો અંદાજ લગાવવા તોપ ઊંચી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમના એકલાથી તે તોપ ખસકે તેમ પણ ન હતી કારણ કે તેનું વજન જ એટલું હતું. હાલ આ તોપ અંગે વિવિધ જાણકારીઓ મેળવવામાં તંત્ર લાગ્યું છે. ત્રણે તોપોને હાલ કિલ્લામાં લઈ જવામાં આવી છે.
મેયરે શું કહ્યું?
મેયર હેમાલી બોઘરાએ કહ્યું કે, સુરતના ચોક બજાર વિસ્તારમાં સમયાંતરે આવી ઐતિહાસિક વસ્તુઓ મળતી રહે છે. આ તોપ મળતા હું જાતે સ્થળ નિરીક્ષણ માટે આવી હતી અને આ અંગે હિરિટેજ વિભાગને પણ જાણ કરી દીધી છે.
ADVERTISEMENT