આણંદના તંત્રએ દુર્ગા એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ખાદ્ય તેલનો જથ્થો સીઝ કર્યો

હેતાલી શાહ.આણંદઃ આણંદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. તારાપુરની દુર્ગા ઇન્ડસ્ટ્રીમાંથી ભેળસેળ યુક્ત તેલ સીઝ કરાયું છે. તારાપુરની દુર્ગા એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ખાદ્ય તેલમાં…

gujarattak
follow google news

હેતાલી શાહ.આણંદઃ આણંદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. તારાપુરની દુર્ગા ઇન્ડસ્ટ્રીમાંથી ભેળસેળ યુક્ત તેલ સીઝ કરાયું છે. તારાપુરની દુર્ગા એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ખાદ્ય તેલમાં ભેળસેળ કરી તેલ વેચતા હોવાની આશંકાને લઈને તંત્ર દ્વારા ખાદ્ય તેલના સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરાઇ છે. જોકે હજુ સેમ્પલના પરિણામ સામે આવ્યા નથી. આગામી સમયમાં સેમ્પલના પરિણામ સામે આવ્યાથી જાણ થશે કે આ તેલમાં ખરેખર ભેળસેળ છે કે કેમ.

https://www.gujarattak.in/woman-accuses-bjp-leader-of-rape-enticement-of-marriage-for-four-years/#:~:text=%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%8F%20%E0%AA%B2%E0%AA%97%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%20%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8B.-,%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87%20%E0%AA%AE%E0%AA%A8%20%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%20%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%20%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%20%E0%AA%B5%E0%AA%B8%E0%AB%81%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%20%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87%20%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A4%E0%AB%80%20%E0%AA%AC%E0%AA%BF%E0%AA%A8%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0%20%E0%AA%95%E0%AA%87%20%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87%20%E0%AA%A5%E0%AA%87%3F%20%E0%AA%B8%E0%AB%81%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%20%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F,-%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%20%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%20%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6%20%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95

પોલીસને માહિતી મળી અને પછી…
તારાપુરના મોરજ રોડ પરની દુર્ગા એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ખાદ્ય તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આક્ષેપ છે કે અહીંયા લુઝ તેલ લાવીને ખાદ્ય તેલમાં ભેળસેળ કરી વેચાણ કરવામાં આવતું હતું અને અંગેની બાતમી તારાપુર પોલીસને મળી હતી. જેને લઇ તારાપુર પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા બંનેએ સાથે મળીને સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય તેલના સેમ્પલ લઈ તેલનો જથ્થો સીઝ કરી દિધો છે. જેને લઇને ભેળસેળ કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.

https://www.gujarattak.in/delhi-accident-gujarat-tak-anjli-accident-case-delhi-police/#:~:text=%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%20%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%9D-,5%20%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%20%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80%20%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%20%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E2%80%A6%20%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AB%80%20%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87%20%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87%20%E0%AA%86%E0%AA%B5%E0%AA%B6%E0%AB%87%20%E0%AA%85%E0%AA%82%E0%AA%9C%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%20%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AA%A8%E0%AB%81%E0%AA%82%20%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%3F,-BY%20URVISH%20PATEL

PI એચ આર બ્રહ્મભટ્ટે શું કહ્યું…
આ અંગે તારાપુર પોલીસ મથકના પીઆઈ એચ.આર.બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, “તારાપુર પોલીસને બાતમી મળી હતી કે, મોરજ રોડ પર દુર્ગા એગ્રો ઇન્ડસ્ટ્રીમાં પામોલીન તેલ લાવી એની ખાદ્ય તેલમાં ભેળસેળ કરી અલગ અલગ પ્રોડક્ટના નામે વેચાણ કરવામાં આવે છે. જે બાતમીના આધારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને ફૂડ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરી સેમ્પલ લેવા માટે તજવીજ કરી. અત્યારે હાલ વિભાગના ઇન્સ્પેક્ટર આવેલા છે અને સેમ્પલ લઇ રહ્યા છે. તે સેમ્પલનો રિપોર્ટ આવશે તે રિપોર્ટના આધારે પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.”

મહત્વનું છે કે, આ ઇન્ડસ્ટ્રીમાં તેલમાં ભેળસેળ કરાતી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે તેલનો જથ્થો સીઝ કરીને તેના સેમ્પલને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. ત્યારે તે સેમ્પલ નું રિઝલ્ટ શું આવે છે તે બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

    follow whatsapp