ગાંધીનગરઃ ગુજરાતમાં ગરમી ધીમી ગતિએ પોતાની હાજરીનો અનુભવ લોકોનો કરાવતી થઈ ગઈ છે. લગભગ જ બપોરે કોઈને જાહેર રસ્તા પર મળો અને તે ગરમીની બે બોલા વાત ન કરે. ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે કેટલાક જિલ્લાઓમાં આજના દિવસે આકરી ગરમીથી થોડી રાહત મળે તેમ છે. આજના અમદાવાદની વાત કરીએ તો અહીં તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા છે. જોકે વાતાવરણ 24 ટકા ભેગ વાળું રહે તેમ પણ છે. આ તરફ અમરેલી અને આણંદમાં તો આજે તાપમાનનો પારો 40 સુધી પહોંચી જાય તેમ છે, અહીં પણ વાતાવરણ 29 ટકા ભેજ સાથેનું રહે તેમ છે.
ADVERTISEMENT
અમૃતપાલ ફરી કરવા માગતો હતો અજનાલા કાંડ? પત્ની પર એક્શન જોઈ થયો કમજોર! ધરપકડની ઈનસાઈડ સ્ટોરી
અન્ય જિલ્લાઓમાં ગરમીના કેવા હાલ
અરવલ્લીમાં આજે તાપમાન 38 ડિગ્રી સુધી જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી રહેવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ તરફ વિભાગે બોટાદ અને ભરૂચમાં 40 ડિગ્રી તો દેવભૂમિ દ્વારકા, જામનગર અને ભાવનગરમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. સુરેન્દ્રનગર, ગાંધીનગર, તાપી અને છોટા ઉદેપુરમાં 39 ડિગ્રી અને ડાંગમાં 38 ડિગ્રી તાપમાન રહે તેમ છે.
“ન્યાય નહીં મળે ત્યાં સુધી ભોજન-ઉંઘ નહીં લઈએ” પહેલવાનોએ નેતા સામે ગાંધીગીરીનું મન બનાવ્યું
ગીર સોમનાથમાં તો આજે 36 ડિગ્રી તાપમાન રહે, તથા જુનાગઢ અને મોરબીમાં પણ પારો 40 સુધી પહોંચી જાય તો નવાઈ નહીં. આ તરફ કચ્છ અને ખેડા પણ 39 ડિગ્રી પર તપે તેમ છે. ત્યારે મહિસાગર, નર્મદા, પંચમહાલ અને મહેસાણામાં 38 ડિગ્રી તાપમાન પહોંચે તેમ છે. પાટણ પણ આટલી જ ગરમીમાં શેકાય તેમ છે.
સૌથી ઠંડુ કોઈ હોય તો તે પોરબંદર રહે તેમ છે. જેનું મહત્તમ તાપમાન 26 ડિગ્રી તો 59 ટકા ભેજ પણ નોંધાય તેમ છે. રાજકોટ અને વડોદરા પણ 40ના પારા પર તપે તો નવાઈ નહીં ત્યારે સુરત તથા સાબરકાંઠા 37 ડિગ્રીમાં શેકાય તેવી સંભાવના છે. વલસાડમાં પણ 35 ડિગ્રી તાપમાન રહે તેમ છે.
ADVERTISEMENT