Big Breaking: જૂનિયર-સિનિયર ક્લાર્ક સહિતની પરીક્ષા સ્થગિત, ક્યારે જાહેર કરાશે નવી તારીખ?

GSSSB Clerk Recruitment 2024: જુનિયર ક્લાર્ક સહિતના કેડરની પરીક્ષાને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીને કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા છ દિવસ મોકૂફ રાખી છે. ચુંટણી પંચના નિર્દેશ બાદ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે

પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર

GSSSB Clerk Recruitment

follow google news

GSSSB Clerk Recruitment 2024: જુનિયર ક્લાર્ક સહિતના કેડરની પરીક્ષાને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીને કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા છ દિવસ મોકૂફ રાખી છે. ચુંટણી પંચના નિર્દેશ બાદ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. ૨૦, ૨૧, ૨૭ અને ૨૮ એપ્રિલ તથા ૪ અને ૫  મે ના રોજ લેવાનારી પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. આજે જેની પરીક્ષા ચાલે છે તે યથાવત રહેશે. ચૂંટણી બાદ નવી તારીખ  જાહેર કરાશે.

પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર


આપને જણાવી દઈએ કે,  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Group-A and Group-B Combined Competitive Examination) અંતર્ગત કુલ 5554 જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના કાર્યક્રમમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે.  વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦,૨૧,૨૭,૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તા. ૦૪,૦૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. તા. ૦૮/૦૫/૨૦૨૪ અને ૦૯/૦૫/૨૦૨૪ ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. 

આ પણ વાંચો:- Career Tips: સરકારી શિક્ષક બનવા માંગો છો? તો બીજે સમય બગાડ્યા વગર ધો. 12મા પછી કરો આ કોર્સ

આ મોકૂફ કરેલી પરીક્ષાનો નવો કોલ લેટર જાહેર કરવામાં આવશે

જોકે, મંડળ દ્વારા એવું વધુ અપડેટ આપવામાં આવ્યું છે કે અત્યાર સુધી લેવાયેલી પરીક્ષા યથાવત રહેશે. માત્ર આવતીકાલથી મતદાન સુધીની પરીક્ષાઓ મોકુફ રાખવાનો નિર્ણય લેવાય છે. મતદાન દિવસ બાદની પરીક્ષાઓ પણ યથાવત રહેશે. મતદાન બાદ ચૂંટણી પંચની મંજૂરી લઈને સ્થતિગત કરાયેલી પરીક્ષાઓ લેવાશે. હવે આ મોકૂફ કરેલી પરીક્ષાનો નવો કોલ લેટર બનાવાશે. નવી તારીખ વિષે વાત કરવામાં આવે તો લગભગ તો ચૂંટણી પંચની મંજૂરી બાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે.  ગ્રુપ A અને ગ્રુપ Bના પદો પર ભરતી માટે CCE 2024 પરીક્ષા 1 એપ્રિલથી 8 મે 2024 સુધી આયોજિત કરાઈ હતી. ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે.

    follow whatsapp