ગોધરાઃ ગુજરાતમાં ધોરણ 12ની આજે પુરક પરીક્ષામાં આંકડાશાસ્ત્રનું પેપર હતું જેમાં 10 પ્રશ્નો સિલેબસની જ બહાર ના હોવાનું સામે આવ્યું છે. આખરે આ 25 માર્ક્સ જેટલા પ્રશ્નો બહારના પુછવામાં આવતા વિદ્યાર્થીઓ મુંજવાયા હતા. વિદ્યાર્થીઓના સમજમાં પણ આ પ્રશ્નો નહીં આવતા પેપર આપતી વખતે સમયની વેડફાટ થયો હતો તે અલગથી અને પાછું હાલમાં વિદ્યાર્થીઓ ફરી ફેઈલ થશે તે ચિંતા પણ વધી છે. ઉલ્લેખનીય છે કે પુરક પરીક્ષા આપવા બેસેલા વિદ્યાર્થીઓે અગાઉ આ પેપરમાં નાપાસ થયા હતા. જોકે હવે તેમને ફરી નાપાસ થવાનો ભય સતાવી રહ્યો છે કારણ કે મોટા માર્કસનું બહારનું પુછાતા તેમની પાસે સવાલોના જવાબ હતા નહીં અને તેમને સીધો જ આ પેપરમાં 25 માર્કસનો ખાડો દેખાઈ રહ્યો છે.
ADVERTISEMENT
અમરેલીઃ સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, ટ્રેક્ટર પણ કાગળની હોળીની જેમ ખેંચાયું- Video
પેપર જોઈ વિદ્યાર્થીઓના ઉડી ગયા હોશ
આજે ધોરણ 12ની પૂરક પરીક્ષા હતી. આંકડાશાસ્ત્રનું પેપર હતું. તેમાં 10 જેટલા પ્રશ્નો અને 25 માર્કનું સિલેબસ બહારનું પેપરમાં પૂછવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ આ પૂરક પરીક્ષા આપી રહ્યા છે તે વિદ્યાર્થીઓ અગાઉ ફેલ થયા હતા. તે વિદ્યાર્થીઓ આજે ફરીથી પરીક્ષા આપી રહ્યા હતા અને પેપર હાથમાં આવતાની સાથે જ ફરીથી વિદ્યાર્થીઓના હોશ ઉડી ગયા હતા. શિક્ષણના તજજ્ઞ કહે છે કે 2018માં જે સિલેબસ હતો. તેમાંથી આ 25 માકૅનું પૂછવામાં આવ્યું છે. તેના કારણે વિદ્યાર્થીઓને ખબર જ ન પડી હતી.
(ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)
ADVERTISEMENT