PM Modi in Gujarat: મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત રૂપિયા 4505 કરોડનાં અને રાજ્ય સરકારના વિવિધકામો મળીને કુલ રૂ. 5206 કરોડનાં બમ્પર વિકાસકાર્યોની ભેટ મળશે. બોડેલી સેવાસદન મેદાન ખાતેથી PM મોદીનો આ કાર્યક્રમ યોજાશે.
ADVERTISEMENT
મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ શાળા બનશે આધુનિક
આ વિકાસકાર્યોમાં શિક્ષણ વિભાગના મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત કુલ રૂ.4505 કરોડનાં ખર્ચે 9088 નવીન વર્ગખંડો, 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 19,600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન અને રૂ.1426 કરોડનાં કામોનું લોકાર્પણ તથા 3079 કરોડના ખાતમૂર્હતના કામોનો સમાવેશ થાય છે.
અન્ય કયા વિકાસકાર્યોનું કરાશે લોકાર્પણ?
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રૂ. 209 કરોડનાં ખર્ચે દાહોદ ખાતે છાબ તળાવ વિકાસકાર્યો અને વોટર સપ્લાય યોજનાનું લોકાર્પણ તેમજ રૂ.42 કરોડનાં ખર્ચે વડાપ્રધાન આવાસ યોજના (શહેરી) હેઠળ સેવાસી વડોદરા ખાતે EWS-2 કેટેગરીનાં 420 મકાનોનું લોકાર્પણ, માર્ગ-મકાન વિભાગનાં રૂ. 225 કરોડનાં ખર્ચે નર્મદા નદી પર ડભોઈ-શિનોર-માલસર અસા બ્રિજનું લોકાર્પણ તેમજ રૂ.52 કરોડના ખર્ચે ગોધરા ખાતે ફ્લાય ઓવરબ્રિજનું ખાતમુહુર્ત, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના રૂ.60 કરોડના ખર્ચે 7500 ગામોમાં 20 લાખ લાભાર્થીઓ માટે WiFi સુવિધાનું લોકાર્પણ કરાશે. પાણી પૂરવઠા વિભાગનાં રૂ.80 કરોડનાં ખર્ચે ક્વાંટ ખાતે રુરલ વોટર સપ્લાય સ્કીમ (RWSS)નું ખાતમૂહુર્ત કરાશે. દાહોદ ખાતે રૂ.23 કરોડના ખર્ચે નવોદય વિદ્યાલય અને રૂ.10 કરોડના ખર્ચે નિર્મિત FM રેડિયો સ્ટુડિયોનાં લોકાર્પણ કરાશે.
ADVERTISEMENT