અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં અચાનક કોરોનાએ ફરીથી ગતિ પકડી છે. ત્યારે આજે રાજ્યમાં કોરોનાના કેસમાં અચાનક મોટો ઉછાળો નોંધાયો છે. ગઈકાલે 364 કેસની સામે આજે છેલ્લા 24 કલાકમાં 397 કોરોનાના નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે 350 દર્દીઓ આજે કોરોનાથી સ્વસ્થ થયા છે. જ્યારે આજે અમદાવા અને મહેસાણામાં 1-1 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.
ADVERTISEMENT
રાજ્યમાં હાલ કેટલા એક્ટિવ કેસ?
ગુજરાતમાં આજે કોરોનાના 397 નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 1992 એક્ટિવ કેસ છે. જેમાંથી 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 1988 દર્દીઓની સ્થિતિ હાલમાં સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12,72,830 લોકો કોરોનાથી સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 11065 લોકોના મોત નિપજ્યા છે.
અમદાવાદમાં આજે પણ સૌથી વધુ કેસ
છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં રાજ્યના સૌથી વધુ કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે. આજે અમદાવાદમાં નવા કેસનો આંકડો વધીને 137 સુધી પહોંચી ગયો છે. જ્યારે મહેસાણામાં 46, વડોદરા શહેરમાં 27, સુરત શહેરમાં 26, વલસાડમાં 20, મોરબીમાં 16, સાબરકાંઠામાં 16, સુરત જિલ્લામાં 15, રાજકોટ શહેરમાં 11, વડોદરા જિલ્લામાં 11 નવા કેસ નોંધાયા છે.
આ ઉપરાંત આણંદ અને ભરૂચમાં 9-9, અમરેલીમાં 8, બનાસકાંઠામાં 6, ગાંધીનગર શહેર, પાટણમાં 5-5, નવસારીમાં 4, ભાવનગર શહેર, દાહોદ અને પંચમહાલમાં 3-3 કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લો, ગાંધીનગર જિલ્લો, જામનગર શહેર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 2-2 કેસ નોંધાયા છે.
આ જિલ્લામાં એકપણ કેસ નથી નોંધાયા
આજે અરવલ્લી, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ શહેર અને જિલ્લો, નર્મદા, તાપી સહિતના જિલ્લામાં આજે કોરોનાના એકપણ કેસ નોંધાયા નથી.
ADVERTISEMENT