અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અચાનક કોરોનાના કેસોમાં ઝડપી ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજે 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં થોડા ઘટાડો આવ્યો છે. ગઈકાલે 400થી વધુ કેસ બાદ આજે 392 નવા કેસ નોંધાયા છે. જેની સામે આજે 258 દર્દીઓ સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. જ્યારે આજે પણ એક દર્દીનું ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાથી મોત થયું છે.
ADVERTISEMENT
ગુજરાતમાં મૃત્યુઆંક વધીને 11066 થયો
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 2220 એક્ટિવ કેસ ગુજરાતમાં છે. જેમાંથી 3 દર્દીઓ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે અને 2217 દર્દીઓની સ્થિતિ હાલમાં સ્ટેબલ છે. આજની તારીખ સુધીમાં ગુજરાતમાં 1273410 દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. જ્યારે મૃત્યુઆંક વધીને 11066 થયો છે.
અમદાવાદમાં આજે પણ સૌથી વધુ કેસ
જિલ્લા મુજબ 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં આજે 142 નવા કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં 35, વડોદરા જિલામાં 30, વડોદરા શહેરમાં 28, સુરત શહેરમાં 27, રાજકોટ શહેરમાં 15, વલસાડમાં 13, સુરત જિલ્લામાં 10, ગાંધીનગર, મોરબીમાં 9-9 કેસ, સાબરકાંઠામાં 8, ગાંધીનગર શહેર, પાટણ, રાજકોટમાં 7-7 કેસ, અમરેલીમાં 6, કચ્છ અને સુરેન્દ્રનગરમાં 5-5 કેસ નોંધાયા છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં આજે 1 દર્દીનું કોરોનાથી મોત થયું છે.
ADVERTISEMENT