Corona Update: ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 331 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 331 કેસ નોંધાયા છે. જ્યારે આજે…

gujarattak
follow google news

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 331 કેસ નોંધાયા છે. જ્યારે આજે 376 દર્દીઓ કોરોનાને હરાવીને સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. જ્યારે આજે પણ કોઈ વ્યક્તિનું મોત થયું નથી. જ્યારે આજે પણ અમદાવાદમાં સૌથી વધુ 98 નવા કેસ નોંધાયા છે.

હાજ્યમાં 1997 એક્ટિવ કેસ
ગુજરાતમાં હાલ એક્ટિવ કેસની સ્થિતિની વાત કરીએ તો હાલમાં 1997 એક્ટિવ કેસ છે. જેમાંથી 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 1992 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. કોરોનાકાળથી આજ સુધીમાં કુલ 11072 દર્દીઓના મોત થયા છે, જ્યારે 1275714 દર્દીઓ સ્વસ્થ થઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા છે.

કયા જિલ્લામાં કેટલા કેસ?
જિલ્લા મુજબ, કેસની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં આજે 98 નવા કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં 29, સુરત શહેરમાં 28, વડોદરા શહેરમાં 28, સુરત જિલ્લામાં 24, પાટણમાં 20, વડોદરામાં 12, વલસાડમાં 11 તથા ગાંધીનગર શહેરમાં 9 નવા કેસ નોંધાયા છે. ભરૂચમાં 8, મોરબી 7, ગીર સોમનાથ 6, સુરેન્દ્રનગર 6, ગાંધીનગર 5, આણંદ 4, બનાસકાંઠા 4, પોરબંદર 4, રાજકોટ શહેરમાં 4 કેસ નોંધાયા છે. રાજ્યના 12 જિલ્લા અને 2 કોર્પોરેશનમાં આજે એકપણ નવો કેસ નોંધાયો નથી.

    follow whatsapp