અમદાવાદ: રાજ્યમાં કોરોનાની કેસમાં ઉછાળા બાદ હવે ધીમે ધીમે ફરીથી નવા કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 244 કેસ નોંધાયા છે. જ્યારે આજે 307 દર્દીઓ કોરોનાને હરાવીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. જ્યારે મહેસાણામાં આજે 1 દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે. સૌથી વધુ 84 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.
ADVERTISEMENT
રાજ્યમાં 3 દર્દીઓ વેન્ટિલેટર પર
એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં 1762 એક્ટિવ કેસ છે. જેમાંથી 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1759 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાની મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં 1276833 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે મૃત્યુઆંક વધીને 11074 થયો છે.
ADVERTISEMENT