અમદાવાદ: રાજ્યમાં કોરોનાની ગતિ હવે ધીમી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક કેસોમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં આજે 204 કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે 334 દર્દીઓ સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. સૌથી સારી વાત એ છે કે આજે એકપણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. જોકે સૌથી વધુ 70 કેસ આજે પણ અમદાવાદ શહેરમાં જ નોંધાયા છે.
ADVERTISEMENT
દૈનિક કેસોમાં ઘટાડાની સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં હાલ કુલ 1632 એક્ટિવ કેસ છે. જેમાંથી 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 1629 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 1277167 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. તો મૃત્યુઆંક 11074 છે.
જિલ્લા મુજબ આજે ક્યાં કેટલા કેસ નોંધાયા?
ADVERTISEMENT