Corona Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 186 નવા કેસ નોંધાયા, આજે એકપણ મોત નહીં

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારા બાદ હવે ફરીથી નવા કેસો ઘટી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસોમાં ઘટાડો થયો છે. જે મુજબ…

gujarattak
follow google news

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારા બાદ હવે ફરીથી નવા કેસો ઘટી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસોમાં ઘટાડો થયો છે. જે મુજબ આજે નવા 186 કેસ નોંધાયા છે. જ્યારે 186 દર્દીઓ આજે સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. તો સતત બીજા દિવસે રાજ્યમાં એકપણ દર્દીનું મોત થયું નથી. અમદાવાદમાં આજે પણ સૌથી વધુ 74 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલ 1502 એક્ટિવ કેસ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1502 એક્ટિવ કેસો છે. જેમાંથી 7 દર્દીઓ વેન્ટીલેટર પર છે, તો 1495 દર્દીઓની હાલત સ્થિર છે. કોરોનાથી શરૂઆતથી અત્યાર સુધીમાં 12,77,483 દર્દીઓ સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. તો મૃત્યુઆંક 11074 પર સ્થિર છે.

આજે કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા?

 

    follow whatsapp