અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસોમાં ઘટાડો થયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 155 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી આજે 250 દર્દીઓ સ્વસ્થ થયા છે. અમદાવાદમાં આજે 50 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાનો રિકવરી રેટ 99.04 ટકા થયો છે.
ADVERTISEMENT
ગુજરાતમાં એક્ટિવ કેસ 1500ની નીચે થયા
ગુજરાતમાં એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 1301 કેસ રાજ્યમાં એક્ટિવ છે. જેમાંથી 7 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1294 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,78,018 દર્દીઓ ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે 11074 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.
ADVERTISEMENT