Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 10:01 AM • 31 Jul 2024આજે ગુજરાતમાં ક્યાં-ક્યાં વરસાદની આગાહી?
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામગનર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ તથા દીવમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
- 09:58 AM • 31 Jul 2024છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પાટણમાં સૌથી વધારે 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે પાટણના સરસ્વતી તાલુકામાં સાડા ચાર ઈંચ, કચ્છના અબડાસામાં સવા ચાર ઈંચ, મહેસાણાના વિસનગરમાં ચાર ઈંચ, જોટાણામાં સાડા ત્રણ ઈંચ, ખેરાલુમાં સવા ત્રણ ઈંચ, મહેસાણામાં 3 ઈંચ, બનાસકાંઠાના ભાભરમાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.