ધનેશ પરમાર.બનાસકાંઠાઃ ગુજરાતમાં હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં યુક્તિ પ્રયુક્તિએ વિદેશી દારૂની ઘૂસણખોરી કરાય છે. જેમાં આંતરરાજ્ય બૂટલેગરો, પોલીસને ચકમો આપવામાં પણ ક્યારેક સફળ થતાં હોય છે ક્યારેક નીષ્ફળ પણ. ત્યારે આ ઘટનામાં પંજાબથી દારૂ ભરી ગુજરાતમાં લાવવા, ઘૂસણખોરી કરતાં ટ્રક ચાલક અને ક્લીનર પોલીસ જોઈ, દારૂ ભરેલી ટ્રક મૂકી ભાગી છુટવાંમાં સફળ થતા, આ દરોડામાં પોલીસે માત્ર દારૂ જથ્થો ઝડપી હાલ પૂરતો સંતોષ માન્યો છે. છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં દારુનો જથ્થો પકડાય પણ આરોપી પકડાતા નથી તેને લઈને લોકોમાં પણ વિવિધ ચર્ચાઓ ચાલી છે, કે પોલીસ સાથે આવું કેમ સતત બને છે, કે પછી આ લોકો પોલીસ કરતા વધુ સ્ફૂર્તિલા અને ચાલાક છે? સતત સવાલો અને ચર્ચાઓ વચ્ચે કાંઈક ગરબડની ગંધ આવતાની સાથે સચોટ રીતે તપાસ થવાની માગ સામે આવવા લાગી છે.
ADVERTISEMENT
7 એવા ગામ જેની ત્રણ તરફ પાકિસ્તાન અને ચોથીતરફ વિકરાળ નદી
શું બન્યું ચેક પોસ્ટ પર
રાજસ્થાનની માવલ ચેક પોસ્ટ પર રિક્કો પોલીસ શકમંદ વાહનોની તપાસ કરી રહી હતી. ત્યારે પંજાબ પાસિંગની ટ્રકમાં પંજાબથી પોલીસ નજર ચુકવી દારૂ ભરેલી ટ્રક સાથે પોલીસ અને અન્યોને ચકમો આપતા આપતા આવેલા ક્લીનર અને ચાલકે આ પોલીસને જોઈ હતી. અહીં માવલ ચેક પોસ્ટ પર પોલીસ તમામ વાહનોનું બારીકાઇથી નિરીક્ષણ કરી રહી હતી. જે જોઈ આ બન્ને ચાલક અને ક્લીનર એવા બે બૂટલેગરોએ “જાન હે તો જહાન હે” જેવું સમજ્યું કે કેમ પણ ટ્રકને પોલીસની નજર સામે જ મૂકી દોડ લગાવી હતી. તે બાદ ચોર પોલીસ જેમ દોડાદોડી થઈ હોવાનું જાણવા મળે છે. જોકે પંજાબથી દારૂ લઈ આવેલ આ બન્ને આરોપીઓ અજાણ્યા પ્રાંતમાં હોવા છતાં, ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા અને રાજસ્થાન માવલ ચેકપોસ્ટની પોલીસ હાથ ઘસતી રહી ગઈ હતી. જે બાદ ટ્રકની તલાશી લેતા પોલીસને તેમાં ચાર લાકડાના ખાનામાં છુપાવેલા દારૂ જથ્થાની 245 પેટીઓ મળી આવી હતી. જેને પોલીસે જપ્ત કરી, ભાગી છૂટેલા ટ્રક ચાલક અને ક્લીનર વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT