Gujarat Rain LIVE Updates: સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી મેઘરાજાએ ભુક્કા કાઢ્યા, રાજકોટના લોધિકામાં 2 કલાકમાં ચાર ઇંચ વરસાદ

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

ગુજરાત વરસાદ

Gujarat rain

follow google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 09:49 PM • 09 Jul 2024

    રાજકોટ શહેરમાં એકથી દોઢ ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયાં,

    150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો આવ્યા સામે...

    વરસાદે વિરામ લેતા 150 ફૂટ રિંગરોડ પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સામે આવ્યા,

    રામાપીર ચોકડીથી માધાપર ચોકડી સુધી 3 કિમીનો ટ્રાફિકજામ થયો..

     

     

  • 09:45 PM • 09 Jul 2024
    અમરેલીમાં ધસમસતા પાણીમાં ફસાય કાર

    અમરેલી પંથકમાં જોરદાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જિલ્લાના કુકાવાવ તાલુકામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યા હતા. આ દરમિયાન જીથુડી ગામમાં એક કોઝવે કાર ધસમસતા પાણીમાંથી પસાર થવા ગઈ ત્યારે ફસાય હતી. જો કે, ગામલોકો તેઓની મદદ દોડી આવ્યા હતા અને દોરડાની મદદથી તેમાં સવાર લોકોને બચાવ્યા હતા. 

     

     

  • 09:43 PM • 09 Jul 2024
    સવારે 6 થી સાંજે 6 દરમિયાન 121 તાલુકાઓમાં વરસાદ

    રાજ્યમાં સવારે 6 થી સાંજે 6 દરમિયાન 121 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો 

  • 09:42 PM • 09 Jul 2024
    ભાભરની બજારમાં કેડ સમા પાણી ભરાયા હતા

    હવામાન વિભાગે કરેલી આગાહીમાં આજે બનાસકાંઠા જિલ્લો ઓરેન્જ એલર્ટ પર હતો. આગાહી અનુસાર,  ભાભરમાં માત્ર બે કલાકમાં જ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર બજાર પાણીમાં ડૂબી હતી.શાળાએથી વાહનોમાં આવેલા બાળકોને ઊંચકીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા
     

  • 09:42 PM • 09 Jul 2024
    ધોરાજી શહેરમાં ધોધમાર વરસાદ

    રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદને કારણે શહેરમાં અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ધોરાજીના ચકલા ચોક,  ત્રણ દરવાજા, વોકળા કાંઠા  વિસ્તારમાં પાણી ભરાયા હતા. ધોરાજીમાં  વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશ ખુશાલ થયા છે. વરસાદને લઈ શહેરમાં અનેક રસ્તાઓ પર  ઠેર-ઠેર પાણી ભરાયા છે.  રાજકોટના લોધિકામાં બપોરે 2થી 4 એમ બે જ કલાકમાં  4 ઈંચ વરસાદ ખબક્યો હતો.    
     

  • 09:41 PM • 09 Jul 2024
    સોમનાથ મંદિરના નયનરમ્ય દ્રશ્યો

    પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર આસપાસ ધોધમાર વરસાદ વરસતા એવું લાગ્યું કે સોમનાથ મંદિર પર મેઘરાજાએ જળાભિષેક કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. 
     

     

     

  • 01:54 PM • 09 Jul 2024
    ખેડા-નડિયાદમાં વરસાદ શરૂ

    ખેડાના નડિયાદ અને આંદ જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ શરૂ થયો છે. બપોર બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી. નડિયાદના પિપલગ, ડુમરાળ, મિત્રાલ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો હતો. વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ હતી.

  • 10:55 AM • 09 Jul 2024
    ભાવનગરમાં પણ છવાયો વરસાદી માહોલ

    ભાવનગર જિલ્લાના પંથકમાં વાતાવરણમાં અચાનક પલટા આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે પંથકમાં ભારે પવન સાથે અચાનક વાદળછાયું વાતાવરણ સિહોર તાલુકાનાં વરલ તથા આજુબાજુના ગામમાં વરસાદ વરસ્યો હતો.

  • 09:41 AM • 09 Jul 2024
    આજે ક્યાં-ક્યાં વરસાદની આગાહી?

    આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ મેઘ ગર્જના થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી છે.

  • 09:41 AM • 09 Jul 2024
    અમરેલીના જાફરાબાદમાં મેઘો મુશળધાર

    અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથકમાં સવારથી પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાફરાબાદ શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જામ્યો છે. જાફરાબાદના બાબરકોટ, મિતીયાળા, લોઠપુર, વઢેરા, કડીયાળી, લોર, ટીંબી,  ફાચરીયા, હેમાળ સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં મુશળધાર વરસાદથી ગામડાઓ થયા પાણી પાણી.

     

     

  • 09:37 AM • 09 Jul 2024
    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં વરસાદ?

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સાબરકાંઠાના પ્રાંતિજમાં સૌથી વધુ 3.3 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે તાલોદમાં બે ઈંચ, રાજકોટના લોધિકામાં સવા ઈંચ, ભૂજમાં 1 ઈંચ, નખત્રાણામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો.

follow whatsapp