Gujarat Rain LIVE Updates: મેહુલિયાનો બદલાયો મિજાજ, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 64 તાલુકાઓમાં નોંધાયો વરસાદ

Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?

gujarat rain live

Gujarat Rain Update

follow google news

Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 04:08 PM • 08 Aug 2024
    હવામાન વિભાગે શું કરી આગાહી?

    હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવએ જણાવ્યું હતું કે, આગામી પાંચ (9થી 13 ઓગસ્ટ) દિવસ ભારે વરસાદની શક્યતાઓ નહિવત છે. પરંતુ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. તદુપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

     

  • 11:54 AM • 08 Aug 2024
    સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો

    નર્મદા: સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. સિઝનમાં પ્રથમવાર ડેમની સપાટી 127.22 મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટરે પહોંચી છે. મહત્તમ સપાટીએ પહોંચવાથી માત્ર 11.46 મીટર દૂર છે. ઉપરવાસમાંથી 1,97,987 ક્યુસેક પાણીની આવક થઇ છે. આવક સામે માત્ર 40,247 ક્યુસેક પાણીની જાવક છે. સરદાર સરોવર ડેમ 60 ટકા ઉપર ભરાયો છે.

  • 10:43 AM • 08 Aug 2024
    અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?

    હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મુજબ, આગામી 8,9 અને 10 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટાં રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં, ધોળકા, બોટાદ,સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ભાગો અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં જ્યાં હજુ સુધી સારો વરસાદ નથી ત્યાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહશે. 

    તેમણે કહ્યું કે, આગામી 15મી ઓગસ્ટ પછી વાયુ મંડળમાં એટમોસ્ટ વેવના કારણે બંગળનો ઉપસાગર સક્રિય રહેશે. જેના લીધે ઓગસ્ટના અંતિમ ભાગમાં અને સપ્ટેમ્બરમાં લા ની નોની કન્ડિશન કારણે રાજ્યમાં સારો વરસાદ થવાની શકયતા રહશે. રાજ્યમાં 17 થી 24 દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતા રહશે. દેશ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શકયતા રહશે. આગામી 24 કલાકમાં રાજ્યના વરસાદી ઝાપટા વધી શકે છે.

  • 10:41 AM • 08 Aug 2024
    Gujarat Rain Update: આજે આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ

    Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આજે ડાંગ, વલસાડ, નવસારી, દમણ સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આવતીકાલે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.

  • 10:41 AM • 08 Aug 2024
    અત્યાર સુધીમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ?

    રાજ્યનો સિઝનનો એવરેજ 68.52 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 82.67 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 86.70 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82.67 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 51.32 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 49.40 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

  • 10:39 AM • 08 Aug 2024
    Gujarat Rain: 24 કલાકમાં રાજ્યના 64 તાલુકાઓમાં વરસાદ

    ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 64 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ખેડા જિલ્લાના માતરમાં નોંધાયો છે. માતરમાં 24 કલાકમાં 14 મિમિ વરસાદ નોંધાયો છે. તો નવસારીના ચીખલીમાં 12 મિમિ વરસાદ નોંધાયો છે. 

    આ ઉપરાંત વલસાડના ધરમપુરમાં 12 મિમિ, ફતેપુરમાં 12 મિમિ, ડાંગમાં 11 મિમિ, કપરાડામાં 10 મિમિ, અમિરગઢમાં 10 મિમિ, છોટાઉદેપુરમાં 9 મિમિ, સંતરામપુરમાં 7 મિમિ વરસાદ નોંધાયો છે. 

  • 10:38 AM • 08 Aug 2024
    Gujarat Rain: મેઘરાજાએ લીધો વિરામ

    Gujarat Rain Update: અષાઢ મહિનાના અષાઢી મેઘ વખત પહેલાં સૌરાષ્ટ્ર પછી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને છેલ્લે દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતને મેઘરાજાએ રીતસરનું ધમરોળી કાઢ્યું હતું. મેઘરાજાના આકરા મિજાજથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે  ખાનાખરાબી પણ થઈ ચૂકી છે. જોકે, હવે અષાઢી મેઘે વિદાય લેતા દેવાધિદેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસના કારણે લોકવાયકા મુજબ શ્રાવણના સરવરિયાં શરૂ થયા છે. હવે મેહુલિયો પણ જાણે કે શ્રાવણીનાં સરવરિયાં વરસાવવાના મૂડમાં આવ્યો હોય તેમ તેનો મિજાજ બદલાયો છે. હવે હવામાન વિભાગ વરસાદને લઈને રેડ એલર્ટ જાગેર કરવાને બદલે યલો એલર્ટ આપી રહ્યું છે. 

follow whatsapp