Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 04:38 PM • 11 Aug 20247 દિવસ કેવું રહેશે વાતાવરણ ?
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ અંગે આગાહી કરવામાં આવે છે. જેમાં સાત દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે. તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ ઉપર આગામી 48 કલાક દરમિયાન કેટલાક સ્થળ પર છુટાછવાયા હળવા વરસાદની શક્યતા છે.
- 02:44 PM • 11 Aug 2024અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આવતીકાલથી ગુજરાતમાં વરસાદી ઝાંપટા વધી શકે છે. 15મી ઓગસ્ટથી એટમોસ્ફેરીક વેવ મહાસાગરમાં સક્રિય થશે. જેના કારણે હવામાનમાં પલટો આવી શકે છે. બંગાળની ખાડીમાં સિસ્ટમો બનશે, જે સિસ્ટમોને કારણે સારો ભારે વરસાદ આવવાની શક્યતાઓ રહેશે. તેમણે જણાવ્યું કે, જેના કારણે તારીખ 17થી 25 ઓગસ્ટ દરમિયાન દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાના કારણે નદીમાં સામાન્ય પૂર આવી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે ઝાંપટા પડી શકે છે. કેટલાકભાગોમાં હળવો વરસાદ શઈ શકે છે.
- 10:52 AM • 11 Aug 2024Narmada Dam: નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો
નર્મદા બ્રેકિંગ અપડેટ: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર 134.75 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 3,60,629 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેના કારણે નર્મદા ડેમ 87 ટકા ભરાયો છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 4 મીટર દૂર છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. સવારે 6 કલાકે આ સિઝનમાં પ્રથમ વાર 5 ગેટ ખોલવામાં આવ્યા હતા, બાદમાં 9 કલાકે બીજા 4 ગેટ ખોલી કુલ 9 ગેટ ખોલવામાં આવ્યા હતા. જેમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાતા નર્મદા નદી કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે.
- 10:44 AM • 11 Aug 2024નર્મદાના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ
ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે સરદાર સરોવર બંધનાં ૦૯ દરવાજા ૧.૫૦ મીટર ખોલવામાં આવ્યા છે જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ૯૦,૦૦૦ ક્યુસેક પાણી વહેશે. નદી તળ વિદ્યુત મથક (R.B.P.H) નાં ૦૬ મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૧,૩૫,૦૦૦ (૪૫,૦૦૦+ ૯૦,૦૦૦) કયુસેક પાણી છોડવામાં આવશે. ઇન્ચાર્જ કલેકટર મમતા હિરપરાએ જણાવ્યું કે વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના કુલ ૨૫ ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
- 10:10 AM • 11 Aug 2024Ahmedabad Rain: અમદાવાદમાં વરસાદી માહોલ
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. જોકે, રાજ્યમાં હાલ ભારે વરસાદ નહીં પરંતુ હળવો વરસાદ પડી રહ્યો છે. આજ સવારથી અમદાવાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી પડી રહેલા વરસાદને પગલે શહેરના રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે.વહેલી સવારથી અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં ધીમીધારે વરસાદ આવ્યો છે. વસ્ત્રાલ, નિકોલ, બાપુનગરમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. નરોડા, સીટીએમ, જશોદાનગર, પ્રહલાદનગર, વસ્ત્રાપુર, સીજી રોડ, એસજી હાઈવે પર ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.
- 10:10 AM • 11 Aug 2024Rain forecast: હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આવનાર દિવસોમાં વરસાદનું (rain)જોર ઓછું થઈ શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ બંગાળીમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી દિવસમાં ઉત્તર અને દક્ષિણ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ (rain) વરસી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે 9થી 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, દમણ અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
- 10:10 AM • 11 Aug 2024અત્યાર સુધીમાં કેટલો પડ્યો વરસાદ?
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધીમાં ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો અત્યાર સુધીમાં ગુજરાતમાં એવરેજ 70.23 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સિઝનનો 78.73 ટકા વરસાદ, કચ્છ ઝોનમાં 87.34 ટકા, દક્ષિણ ગુજરાતમાં 83.96 ટકા, ઉત્તર ગુજરાતમાં 52.67 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 53.90 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
- 10:09 AM • 11 Aug 2024Gujarat Rain: 24 કલાકમાં 152 તાલુકાઓમાં મેઘ રમઝટ
Gujarat Rain Update: રાજ્યમાં ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી છે. આજે ફરી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે 24 કલાકમાં એટલે કે ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે.
ઉમરપાડામાં મેઘરાજાની ધડબડાટી
24 કલાકમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો છે. ઉમરપાડામાં 24 કલાકમાં 59 મિમિ વરસાદ પડ્યો છે. તો તાપીના ડોલવણમાં 58 મિમિ, બનાસકાંઠાના ભાભરમાં 46 મિમિ, આણંદના ખંભાતમાં 40 મિમિ, ખેડાના કાથલાલમાં 37 મિમિ વરસાદ ખાબક્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT