Gujarat Rain LIVE Updates: છેલ્લા 24 કલાકમાં 88 તાલુકામાં વરસાદ, ઉમરપાડામાં 5 ઈંચ વરસાદ

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

ગુજરાત વરસાદ

Gujarat Live Rain

follow google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 09:54 AM • 06 Jul 2024
    પાવાગઢ ખાતે સર્જાયું આહલાદક વાતાવરણ

    યાત્રાધામ પાવાગઢ ખાતે ધૂમ્મસવાળું આહલાદક વાતાવરણ સર્જાયું હતું. હિલ સ્ટેશન અને ખુશનુમા વાતાવરણમાં ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો. વાદળોની ફોજમાં પાવાગઢ ડુંગર લપેટાયો હતો, જાણે વાદળો માથા ઉપર અડીને જતાં હોય એવો અહેસાસ માઈભક્તોને થયો હતો.

     

     

  • 09:52 AM • 06 Jul 2024
    અરવલ્લીના ભિલોડામાં ચેકડેમમાં બે બાળકો ડૂબ્યા

    અરવલ્લીના ભિલોડાના ઓડ ગામના બે બાળકોના ચેકડેમમાં ડૂબી જવાથી મોત થયા હતા. શાળાએથી ઘરે પરત ફરતી વખતે બકરાં ચરાવા જતા બંને બાળકો નદીમાં નાહવા પડ્યા હતા. દરમિયાન 9 વર્ષની પ્રિયાંશી અને 5 વર્ષના પ્રિન્સનું મોત થયું હતું. બન્યે બાળકોના મૃતદેહને પીએમ અર્થે શામળાજી હોસ્પિટલ ખાતે લવાયા હતા.

  • 09:50 AM • 06 Jul 2024
    છેલ્લા 24 કલાકમાં 88 તાલુકામાં વરસાદ

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 88 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો. નવસારીના વાંસદામાં પોણા પાંચ ઈંચ, તો વલસાડના કપરાડામાં સાડા ચાર ઈંચ, ખેરગામ, પારડી, કામરેજમાં 4-4 ઈંચ તો ભાવનગરના વલ્લભીપુરમાં પણ પોણા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

follow whatsapp