Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 04:42 PM • 04 Aug 2024Gujarat Weather Update: આવતા 7 દિવસ મેઘો ક્યાં મુશળધાર વરસશે?
- 12:32 PM • 04 Aug 2024વડીયાનો સુરવો ડેમ 70 ટકા ભરાયો
વડીયાનો સુરવો ડેમ 70 ટકા ભરાયો છે. ઉપરવાસ વરસાદને કારણે સુરવો ડેમમાં નવા નીર આવ્યા છે. સુરવો ડેમમાં નવા નીરથી ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી રહી છે. 70 ટકા ડેમ ભરાઈ જતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. વડીયા, ચારણીયા, ચારણ સમઢીયાળા સહિતના ગામોને એલર્ટ અપાયું છે.
- 11:23 AM • 04 Aug 2024પાવગઢમાં રોપ વે બંધ
પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનાર્થે આવતા માઈભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આવતીકાલથી આગામી 6 દિવસ માટે રોપ વે સેવા બંધ રહેશે. તારીખ 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રોપ વે સેવા બંધ રહેશે. રોપ વે સેવા પૂરી પાડતી ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મેઈન્ટેનન્સની કામગીરીને ધ્યાનમાં રાખી રોપ વે સેવા બંધ રહેશે.
- 10:00 AM • 04 Aug 2024Rain In Navsari: નવસારી વરસાદ અપડેટ
નવસારી અને ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદને કારણે પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, ત્રણેય નદીઓમાં પૂરના કારણે અનેક રસ્તાઓ પર પાણી વહી રહ્યાં છે, બીલીમોરા શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કાવેરી નદીના કાંઠાના ગામોમાં રહેલા લોકોને પ્રશાસને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી હતી, ડાંગ જિલ્લાના કેટલાક બ્રિજ પર પાણી વહી રહ્યા છે, જ્યાં વાહનવ્યવહાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
- 09:55 AM • 04 Aug 2024Gujarat Rain Update: રાજ્યમાં અત્યાર સુધીમાં 66.35 ટકા વરસાદ પડ્યો
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 66.35 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 86.60 ટકા, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 77.48 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 78.37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 49.88 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 47.71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
- 09:50 AM • 04 Aug 2024Rain Forecast: હવામાન વિભાગે શું કરી આગાહી?
Meteorological department Forecast: ગુજરાતના હવામાન વિભાગ દ્વારા 8 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને નગર-હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સાથે જ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ અને ડાંગમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
- 09:49 AM • 04 Aug 2024Gujarat Rain: 24 કલાકમાં ક્યાં પડ્યો સૌથી વધારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજા ફરી એક્ટિવ થઈ ગયા છે. હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. 24 કલાક દરમિયાન એટલે કે ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 230 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે.
જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. નવસારીનાં વાંસદા તાલુકામાં 24 કલાકમાં 184 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગના વઘઈમાં 159 મિમિ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કપરાડામાં 143 મિમિ, ધરમપુરમાં 142 મિમિ, આહવામાં 133 મિમિ, ખેરગામમાં 131 મિમિ, વલસાડમાં 112 મિમિ, સોનગઢમાં 112 મિમિ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT