Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 08:27 PM • 03 Aug 2024સાપુતારામાં ગત 24 કલાકમાં 6 ઈંચ વરસાદ
Navsari - Dang Rain : નવસારી અને ડાંગ જિલ્લામાં સાંજથી સતત વરસાદ પડી રહ્યો છે, જેને લઈને પૂર્ણા કાવેરી અને અંબિકા નદીમાં પુરની સ્થિતિ છે, ત્રણેય નદીઓમાં આવેલા પુરથી અનેક રોડ પર પાણી ભરાયા છે. ડાંગ તંત્રએ આ રોડ પર અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે તળાવ અને ધોધ નજીક ન જવાની સુચના આપી છે.
નવસારી જિલ્લામાં સાંજે 6 વાગ્યા સુધીમાં 24 કલાકનો વરસાદ
- નવસારી 4.5 ઈંચ
- જલાલપોર 3.5 ઈંચ
- ગણદેવી 4 ઈંચ
- ચિખલી 3.5 ઈંચ
- ખેરગામ 5.5 ઈંચ
ડાંગ જિલ્લામાં સાંજે 6 વાગ્યા સુધીમાં 24 કલાકનો વરસાદ
- આહવા 4 ઈંચ
- સાપુતારા 6 ઈંચ
- વધઈ 4 ઈંચ
- સુબીર 3 ઈંચ
- 03:36 PM • 03 Aug 2024Ahemedabad Rain: અમદાવાદમાં વરસાદ શરૂ
સવારે ધીમીધીરે વરસાદ પડ્યા બાદ હવે ફરી અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે. વાદળછાયા વાતાવરણમાં શહેરના સી.જી રોડ, એસજી હાઈવે, થલતેજ, એસપી રિંગ રોડ, લાલ દરવાજા, બોપલ, ઘુમા, બોડકદેવ, રાણીપ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જેના કારણે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે.
- 02:56 PM • 03 Aug 2024અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિ
નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ત્રણ દિવસ બાદ વ્યાપક વરસાદ થયો હતો. સાપુતારમાં ગઈકાલે રાત્રે 3 ઈંચ વરસાદ પડતાં અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અંબિકા નદી પર બનેલા ચીખલડા, સુસરડા અને આંબાપાડામાં નીચાણવાળા પુલ પર પૂરની અસર જોવા મળી રહી છે. લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને અહીં નદી પાર કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત પ્રવાસીઓમાં ફેવરિટ ગીરા ધોધ આજે તેના ઉગ્ર સ્વરૂપમાં જોવા મળ્યો હતો. પ્રશાસને ધોધની નજીક જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કુરેલને જોડતો રસ્તો, ડાંગ જિલ્લાના ઉગાચીચપાડથી આંબાપરાને જોડતા રોડ પર ટેમ્પો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયો હતો, સ્થાનિક ગ્રામજનોએ નદીમાં ફસાયેલા ટેમ્પોના ડ્રાઈવર અને ક્લીનર બંનેનો જીવ બચાવ્યો હતો.
- 02:15 PM • 03 Aug 2024ક્યા જિલ્લામાં રેડ એલર્ટ અને ક્યાં જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
3 ઓગસ્ટ
સુરત,વલસાડ,નવસારી,તાપી,દમણ અને દારાદરનગર હવેલીમાં રેડ અલર્ટ
બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,ખેડા,આણંદ,વડોદરા,છોટાઉદેપુર,નર્મદા,ભરૂચ,ડાંગ,તાપી,ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ
પાટણ,મહેસાણ,ગાંધીનગર,અમદાવાદ,પંચમહાલ,દાહોદ,મહીસાગર,સુરેન્દ્રનગર,રાજકોટ,જામનગર,પોરબંદર,અમરેલી,મોરબી,દ્વારકા,ગીર સોમનાથ,બોટાદ,કચ્છ,દીવમાં ભારે વરસાદની આગાહી
4 ઓગસ્ટ
સુરત,વલસાડ,નવસારી,દમણ,દાદરનગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ
બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,દાહોદ,મહીસાગર,છોટાઉદેપુર,નર્મદા,ભરૂચ,ડાંગ,તાપી,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથમ યેલો અલર્ટ
4,5,6 ઓગસ્ટ સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી
- 01:38 PM • 03 Aug 2024Rain in Gujarat: આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહીઃ આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે નવસારી, વલસાડ, દમણ, સુરત અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત આજે અરવલ્લી, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર, મેહસાણા, નર્મદા, ડાંગ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર માં ભારે વરસાદની વકી છે.
- 01:35 PM • 03 Aug 202448 જળાશયો 90થી 100 ટકા ભરાયા
રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે નવ જળાશયો 90 ટકાથી 100 ટકા ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 31 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 39 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.
- 01:34 PM • 03 Aug 202412 વાગ્યા સુધીમાં નવસારીમાં ભારે વરસાદ
આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં નવસારી જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. આ સમયગાળામાં નવસારીના વાંસદામાં 2.9 ઈંચ વરસાદ પડ્યો છે. તો ચીખલીમાં 2.5 ઈંચ, ખેરગામમાં 2.5 ઈંચ, કપરાડામાં 2.3 ઈંચ, વધઈમાં 2.3 ઈંચ, વાલોદમાં 2.2 ઈંચ વરસાદ નોંધાયો છે.
- 11:08 AM • 03 Aug 2024મુશળધાર વરસાદને કારણે વાપીમાં જનજીવન અસ્તવ્યસ્ત
Rain in Gujarat: મોડી રાતથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે વાપીમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. પૂર્વ અને પશ્ચિમને જોડતો મુખ્ય અંડરપાસ પાણીથી ભરાઈ ગયો છે, જેના કારણે તેને બંધ કરવાની ફરજ પડી છે. આ સ્થિતિએ સ્થાનિક રહીશો અને રોજીંદા મુસાફરોને ભારે મુશ્કેલીમાં મુકી દીધા છે. રાતભરના વરસાદને કારણે અંડરપાસમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું હતું, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો હતો. અંડરપાસ બંધ થવાને કારણે લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડે છે, જે લાંબા અંતર કાપ્યા બાદ જ મળે છે. જેના કારણે મુસાફરોને સમય અને ઇંધણ બંનેમાં વધુ ખર્ચ કરવો પડે છે.
- 10:10 AM • 03 Aug 2024સવારથી 97 તાલુકાઓમાં વરસાદ
આજે સવારે 6થી 8 કલાકમાં એટલે કે બે કલાકમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વરસાદ કવાંટ, વલસાડ, વલોડ અને સુત્રાપાડામાં 15 એમએમ અને તેનાથી વધુ વરસાદ નોંધાયો છે.
- 10:08 AM • 03 Aug 2024Rain Update: અત્યાર સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 61.93 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 85.94 ટકા, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 75.77 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 71.51 ટકા વરસાદ વરસાદ વરસી ચૂક્યો છે તો ઉત્તર ગુજરાતમાં 44.40 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 43.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
- 10:07 AM • 03 Aug 2024અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિ
નવસારી વરસાદ અપડેટ: નવસારી અને ડાંગ જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ ભારે વરસાદ થયો છે, સાપુતારામાં ગઈકાલે રાત્રે 3 ઈંચ વરસાદ થયો હતો, સાપુતારામાં વરસાદના કારણે અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિ છે. અંબિકા નદી પર બનેલા ચીખલડા, સુસરડા, આંબાપાડામાં નીચાણવાળા પુલ પર પૂરની અસર જોવા મળી હતી, લોકો જીવ જોખમમાં નાખી નદી પાર કરતા જોવા મળ્યા હતા.
- 09:57 AM • 03 Aug 2024Amreli Rain: અમરેલીમાં ભારે વરસાદ
ભારે વરસાદને પગલે ધારી ગીરના જંગલોમાં વરસાદથી ખોડીયાર ડેમમાં પાણીની આવક થઈ છે. ધારીનો ખોડીયાર ડેમ 70% ભરાયો છે. ધારીના ખોડીયાર ડેમમાં પાણીની આવક થતા નીચાણવાળા 40 જેટલા ગામોને એલર્ટ કરાયા છે, ખોડીયાર ડેમના નીચેના વિસ્તારમાં નદીના પટ કે કાઠા વિસ્તારમાં કોઈએ અવરજવર ન કરવા પણ ચેતવણી આપવામાં આવી છે.
- 09:56 AM • 03 Aug 2024Gujarat Rain: આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે આજે રેડ એલર્ટવાળા વિસ્તારોમાં અત્યંતભારે વરસાદ નોંધાઈ શકે છે. આ જિલ્લામાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. સાથે હવામાન વિભાગ દ્વારા આજે નર્મદા, ભરૂચ, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્ચતાઓ છે. આજે અમદાવાદમાં પણ વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.
- 09:55 AM • 03 Aug 2024Rain In Gujarat: 24 કલાકમાં 177 તાલુકાઓમાં વરસાદ
ગુજરાતમાં થોડા વિરામ બાદ મેઘરાજા ફરી સક્રિય થયા છે, છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં 172 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં નોંધાયો છે. અહીં 24 કલાકમાં 177 મિમિ વરસાદ પડ્યો છે. જેના કાણે શહેરના રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. તો વલસાડ જિલ્લાના કપરાડામાં 162 મિમિ વરસાદ, પારડીમાં 117 મિમિ, ધરમપુરમાં 109 મિમિ વરસાદ નોંધાયો છે. એટલે કે વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ભારે બેટિંગ કરી છે.
આ ઉપરાંત જામનગરના જોડીયામાં પણ 24 કલાકમાં સારો વરસાદ પડ્યો છે. અહીં 67 મિમિ વરસાદ પડ્યો છે. આ સાથે છોટાઉદેપુરમાં 66 મિમિ, નવસારીમાં 63 મિમિ, ખેરગામમમાં 61 મિમિ, બોડેલીમાં 55 મિમિ, ડાંગમાં 52 મિમિ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT