Gujarat Rain LIVE Updates: આજે આ વિસ્તારોમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી, છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં વરસાદ

Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?

Gujarat Rain LIVE Updates

Gujarat Rain LIVE Updates

follow google news

Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 11:03 AM • 02 Aug 2024
    સુરતમાં મેઘરાજાની રમઝટ

    સુરતમાં સવારથી જ વરસાદી માહોલ છે, જિલ્લાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. 

  • 10:57 AM • 02 Aug 2024
    ahmedabad rain: અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ

    અમદાવાદની વાત કરવામાં આવે તો સતત બે દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે, ત્યારે આજે ત્રીજા દિવસે પણ વરસાદી વાતાવરણ છે. હવામાનની આગાહી અનુસાર આજે જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે સવારે ઝરમર વરસાદ બાદ હાલ એકદમ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 

  • 10:54 AM • 02 Aug 2024
    નર્મદા જિલ્લાની ઓરસંગ નદીમાં ઘોડાપુર

    ઓરસંગ નદીમાં ઘોડાપુર

    ઉપરવાસમાં ભારે વરસાદના પગલે  છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક,,

    છોટાઉદેપુર નજીક ચેકડેમ ઓવરફ્લો, આ સિઝનમાં પહેલીવાર આ સમગ્ર ચેકડેમ પાણીમાં ગરકાવ.

  • 10:18 AM • 02 Aug 2024
    શું વરસાદનો નવો રાઉન્ડ ભયંકર હશે?

     

     

  • 10:04 AM • 02 Aug 2024
    અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

    હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આજથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં શરૂ થાય તેવી શક્યતાઓ છે. ઓગસ્ટના પ્રથમ ત્રણ સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ઓગસ્ટ મહિનાના પ્રથમ ત્રણ સપ્તાહમાં રાજ્યના વિવિધ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું કે, 2થી 5 ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે.  દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પુર આવવાની શક્યતા છે.
     

  • 09:28 AM • 02 Aug 2024
    આજે ક્યાં પડશે વરસાદ?

    હવામાન વિભાગ દ્વારા આજે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદ અને શનિવારે વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લગતું એલર્ટ જાહેર કરાયું છે.
     

  • 09:28 AM • 02 Aug 2024
    24 કલાકમાં સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાયો?

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં વરસાદ વરસ્યો, સૌથી વધુ ખેરગામ તાલુકામાં 2.5 ઈંચ, ડાંગ-આહવામાં સવા 2 ઈંચ, વઘઈમાં 2 ઈંચ, વાંસદામાં પોણા 2 ઈંચ, વલસાડમાં પોણા 2 ઈંચ, કપડવંજમાં પોણા 2 ઈંચ, વાલિયામાં 1.5 ઈંચ, નડિયાદમાં 1.5 ઈંચ, ધરમપુરમાં સવા ઈંચ, ડેડિયાપાડામાં સવા ઈંચ વરસાદ નોંધાયો.
     

follow whatsapp