Gujarat Rain: ગુજરાત પર 48 કલાક અતિભારે, વરસાદની બે સિસ્ટમ સક્રિય થતા જાહેર કરાયું રેડ એલર્ટ

Gujarat Rainfall Alert: ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થતા આજે રવિવારે ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Rainfall Alert

Rainfall Alert

follow google news

Gujarat Rainfall Alert: ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થતા આજે રવિવારે ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ માછીમારોને બે દિવસ માટે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

આજે ક્યાં-ક્યાં વરસાદનું એલર્ટ?

હવામાન વિભાગની આગાહી મુજબ, ઓફશોર ટ્રફ અને લો પ્રેસર સક્રિય થતા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી કરી છે. આ સાથે પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં પણ આજે ભારે વરસાદ સાથે યેલો અલર્ટની આગાહી છે.

આવતીકાલે કયા જિલ્લામાં વરસાદનું એલર્ટ

જ્યારે આવતીકાલે 5 ઓગસ્ટના રોજ નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં આવતીકાલે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. વરસાદની આગાહીને પગલે માછીમારોને બે દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત 10 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં છૂટા છવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આાગાહી હવામાન વિભાગે આપી છે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 66.35 ટકા વરસાદ નોંધાયો છે. 
 

    follow whatsapp