Gujarat Rain LIVE Updates: 24 કલાકમાં રાજ્યના 102 તાલુકામાં તૂટી પડ્યા મેઘરાજા, પોરબંદરમાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?

Gujarat Rain LIVE Updates

Gujarat Rain LIVE Updates

follow google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:38 PM • 19 Jul 2024
    ભારે વરસાદના કારણે 41 રસ્તાઓ બંધ

    પોરબંદર, જુનાગઢ, દ્વારકા જેવા જિલ્લામાં આજે જળપ્રલયની સ્થિતી સર્જાઇ છે, ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેને લીધે 41 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે, જેમાં સૌથી વધુ પોરબંદરમાં 17 અને જૂનાગઢના 12 રસ્તા બંધ કરવાની સ્થિતી સર્જાય છે, આ સિવાય 6 સ્ટેટ હાઇવે, 25 પંચાયત હસ્તક રસ્તા અને અન્ય 10 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. આ રૂટ પરની અનેક એસટી બસ સેવા બંધ કરવાની ફરજ પડી છે. જેમાં સૌથી વધુ જૂનાગઢ ડિવિઝનના 26 રૂટ પર, ત્યારબાદ પોરબંદર ડિવિઝનના 9 રૂટ પર બસો બંધ કરાઇ છે તો ગીર સોમનાથના 4 રૂટ પર બસ સેવા બંધ કરાઇ છે.

  • 03:59 PM • 19 Jul 2024
    ભારે વરસાદને કારણે રાજ્યમાં ટ્રેન રદ્દ

    વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનલુસ સેક્શનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઈ છે, જેની વિગતો નીચે મુજબ છેઃ

    રીશેડ્યુલ કરેલ ટ્રેનો

    1. ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન 19.07.2024ના રોજ તેના નિર્ધારિત સમય  સવારે 9.10 વાગ્યાના બદલે 6 કલાક મોડી એટલે કે 15.10 કલાકે ઉપડશે.
    2. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ તેના નિર્ધારિત સમય 10.30 કલાકને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 11.30 કલાકે ઉપડશે.

    શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ/આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

    1. ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ જેતલસર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આમ આ ટ્રેન જેતલસર-પોરબંદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
    2. ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ પોરબંદરને બદલે જેતલસર સ્ટેશનથી ચાલશે. આમ આ ટ્રેન પોરબંદર-જેતલસર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
    3. ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ ભાણવડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.

    સંપૂર્ણપણે રદ ટ્રેનો

    1. ટ્રેન નંબર 09550/09549 પોરબંદર-ભાણવડ-પોરબંદર ટ્રેનો 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
    2. ટ્રેન નંબર 09565/09568 પોરબંદર-ભાવનગર-પોરબંદર ટ્રેનો 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
    3. ટ્રેન નંબર 09516/09515 પોરબંદર-કાનાલુસ-પોરબંદર ટ્રેનો 19.07.2024ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.

    રેલવે પ્રશાસન મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. આ ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

  • 01:21 PM • 19 Jul 2024
    જામકંડોરણાના થોરડી ગામમાં ભારે વરસાદ

    રાજકોટ જિલ્લાના જામકંડોરણાના થોરડી ગામમાં ભારે વરસાદ, વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ, નદી કિનારે આવેલું તટેશ્વર મહાદેવ મંદિર પણ વરસાદી પાણીથી તરબોળ થઈ ગયું.

  • 01:20 PM • 19 Jul 2024
    પાણીના નિકાલના કામ માટે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ટીમ કામે લગાડી

    પોરબંદરમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ નગરપાલિકાના તંત્રને સાથે રાખી અલગ નરસંગ ટેકરી, રોકડીયા હનુમાન મંદિર, રાજીવ નગર, બોખીરા સહિતના વિસ્તારોની  મુલાકાત લઈને સ્થિતીની સમીક્ષા કરી, તેમજ પાણીના નિકાલ માટે વિવિધ ટીમોને કામે લગાડીને સ્થિતીને સામાન્ય કરવા પ્રયત્નો હાથધર્યા છે.

  • 12:36 PM • 19 Jul 2024
    વરસાદની Live અપડેટ

    <iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/olSXsY1lYhM?si=Dy3Byh2CsyIX8hll" title="YouTube video player" frame allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

     

  • 11:58 AM • 19 Jul 2024
    રેણુકા નદી બે કાઠે વહેતી થઈ
    • કલ્યાણપુર તાલુકાની રાણ ગામે આવેલી રેણુકા નદી બે કાઠે વહેતી થઈ..
    • લીંબડીથી દ્વારકા ગામને જોડતા મુખ્ય માર્ગો પર રાણ ગામ નજીક કોઝવેમાં ધસમસતા પાણીના પુર થયા વહેતા..
    • રેણુકા નદી બે કાઠે વહેતી હોઈ અવરજવર માં મુશ્કેલી..
    • ભારે વરસાદના પગલે જનજીવન વ્યાપક પ્રભાવિત થયું..

     

  • 11:08 AM • 19 Jul 2024
    ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ 
    • દેવભૂમિ દ્વારકા, પોરબંદર,વલસાડમાં રેડ એલર્ટ
    • જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ
    • સુરત, નવસારીમાં ઓરેન્જ એલર્ટ 
  • 11:06 AM • 19 Jul 2024
    જૂનાગઢ દામદોર કુંડમાં જળબંબાકાર

    મેઘરાજાની મહેર કે રૌદ્ર સ્વરૂપ નક્કી કરવું મુશ્કેલ

    જૂનાગઢ ગિરનાર પર ભારે વરસાદથી દામોદર કુંડ છલકાયો 

    સોનરખ નદીમાં આવેલ પુરથી દામોદર કુંડમાં તેજ પ્રવાહ

    વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ અવરિત વરસી રહ્યો છે

  • 09:50 AM • 19 Jul 2024
    હવામાન વિભાગની આગાહી

    આજે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં  ભારે, મધ્યમ અને કેટલાક સ્થળોએ છૂટ્ટાછવાયા વરસાદની આગાહી કરી છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો રાજકોટ, ભાવનગર, સાબરકાંઠા, પાટણ અને જામનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરની વાત કરવામાં આવે તો હળવા વરસાદની આગાહી કરાઈ છે.

  • 09:38 AM • 19 Jul 2024
    કાલાવડ તાલુકામાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ

    જામનગરના કાલાવડ તાલુકામાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, કાલાવડ ગ્રામ્ય પંથકમાં ગઈકાલ મોડી રાત્રે બે કલાકમાં પોણા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો, ધ્રોલ અને જામજોધપુર તાલુકામાં પણ એક એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જામજોધુર, કાલાવાડ અને જામનગરમાં વરસાદના કારણે નદીઓમાં નવા પાણી આવ્યાં, જેના કારણે જામનગર જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 09:36 AM • 19 Jul 2024
    જૂનાગઢ જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ

    આજે જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન છે, સવારે 6 થી 8 સુધીના સમયમાં મન મૂકીને વરસ્યા છે. વંથલી મેંદરડા કેશોદ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે કલાકમાં માણાવદર અને માળીયાહાટીનામાં વરસાદ નોંધાયો, ગઇકાલથી જ વંથલી મેંદરડા સહિતના વિસ્તારોમાં વરસાદથી ઘેડમાં ફરી પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાય હતી.

    • વંથલીમાં 81 મીમી
    • જૂનાગઢમાં 10 મીમી 
    • ભેસાણમા 17 મીમી
    • વિસાવદરમાં 3 મીમી
    • મેંદરડામાં 62 મીમી 
    • કેશોદમાં 83 મીમી 
    • માંગરોળમાં 10 મીમી
  • 09:34 AM • 19 Jul 2024
    પોરબંદરમાં 24 કલાકમાં 18 ઇંચ વરસાદ

     

    ગઇકાલે રાત્રીના સમયે પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. જિલ્લામાં આભ ફાટ્યાની સ્થિતી સર્જાય હતી. 14 ઇંચ વરસાદ વરસતા માર્ગો પર કમરસમા પાણી ફરી વળ્યાં અને અનેક મકાનો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા. તેમજ ફાયર બ્રિગેડ દ્વારા પાણીમાં ફસાયેલ અસરગ્રસ્ત 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.  આ સિવાય રાણાવાવ તાલુકામાં પણ 12 ઇંચ વરસાદ, કુતિયાણા તાલુકામાં પાંચ ઈંચ વરસાદ અને બરડા પંથકમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે. 

  • 09:28 AM • 19 Jul 2024
    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ, દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ વરસાદ, પોરબંદરના રાણાવાવમાં 9.5 ઈંચ વરસાદ, ગીર-સોમનાથના વેરાવળમાં 8 ઈંચ વરસાદ, જૂનાગઢના વંથલીમાં 7 ઈંચ વરસાદ, ગીર-સોમનાથના સૂત્રાપાડામાં 6.6 ઈંચ વરસાદ, જૂનાગઢના માણાવદરમાં 6.5 ઈંચ વરસાદ, 8 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ, 7 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ, 8 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, 13 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
     

follow whatsapp