Gujarat Rain: ખેતરોમાં ખેડૂતોએ વાવણી કરી દીધી હતી, પરંતુ સમગ્ર ઓગષ્ટ મહિનામાં વરસાદ નહીં થતા ખેડૂતોના ખેતરનો ઊભો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જો આવનાર દિવસોમાં વરસાદ નહીં વરસે તો ખેડૂતોને તેમજ પશુપાલન કરતા પશુપાલકો માટે માથે હાથ દઈને રોવાનો વારો આવી શકે છે. જોકે હવે આ દરમિયાન એક સારા સમાચાર સામે આવ્યા છે. નર્મદા જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. અહીં વરસાદની ઠંડકે વાતાવરણમાં ખુશીની લહેર ઉમેરી દીધી છે તેવું સ્પષ્ટ અનુભવી શકાય છે.
ADVERTISEMENT
લોકો જોતા હતા રાહ અને શરૂ થયો વરસાદનો સુસવાટો
લાંબા સમયના ઉકળાટ પછી નર્મદા જિલ્લામાં વરસાદે સટાસટી બોલાવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ મહિસાગર જિલ્લામાં મેઘરાજાને રીઝવવા આદિવાસી સમાજની મહિલાઓએ વરસાદ માગવાનો પોતાની માન્યતાને લઈને વરસાદ માગવા નીકળ્યા હતા. આવું તો ઘણું ગુજરાતમાં થવા લાગ્યું હતું. આવ રે વરસાદ કરીને તો ક્યાંય લોકો ચાતકની જેમ રાહ જોઈ રહ્યા હતા. તેવામાં હવે વરસાદની એન્ટ્રીએ રાહત આપી છે.
વરસાદ ખેંચાતા ખેડૂતો પણ વધુ વીજળીની માગ કરી રહ્યા હતા ત્યાં સરકારે કેટલાક જિલ્લાઓને 8ને બદલે ખેતી માટે 10 કલાકની વીજળી આપવાની જાહેરાત કરી હતી. તો બીજી બાજુ જેવી આ જાહેરાત થઈ ત્યાં ખેડૂતોએ લો વોલ્ટેજ વીજળી મળતી હોવાની પણ બુમો પાડી હતી.
(ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT