અમદાવાદઃ ગુજરાત પર ભારે વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને તેમની સાથે ગુજરાતના અન્ય અધિકારીઓ પણ સાથે મળીને ઈમર્જન્સી બેઠક કરી છે. તેમણે હાલમાં ગુજરાતની સ્થિતિનો તાગ લીધો હતો. ગુજરાતની માથે મંડરાઈ રહેલા વાદળોની સ્થિતિ પણ જોઈએ તો ચોંકાવનારી છે. અહીં તે તસવીર પણ આપની સમક્ષ રજુ કરી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં ઠેરઠેર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગિરનારમાં કલાકોમાં 20 ઈંચ વરસાદ અને જૂનાગઢમાં 16 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ઠેરઠેર વરસાદથી જળાશયો ઊભરાયા છે. બીજી બાજુ મોટાભાગની નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. થલતેજ, વસ્ત્રાપુર, એસજી હાઈવે, ગોતામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. તેમજ એલિસબ્રિજ, જમાલપુર, મણિનગરમાં પણ વરસાદ પડ્યો હતો. મધ્યગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાદ અમદાવાદમાં ભારે વરસાદ ખાબ્યો હતો. આ વરસાદમાં છેલ્લા બે જ કલાકમાં અમદાવાદમાં કેટલો વરસાદ ખાબક્યો હતો તેના આંકડાઓ જોઈને જ આપ ચોંકી જશો. અહીં આપ સમક્ષ તે આંકડાકિય વિગતો પણ દર્શાવી છે.
ADVERTISEMENT