Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 10:02 AM • 13 Aug 2024ધારી ગીર પંથકમાં મેઘમહેર શરૂ થઈ
અમરેલી: ધારી ગીર પંથકમાં ધીમીધારે મેઘમહેર શરૂ થઈ છે. ધારી જંગલ વિસ્તાર સાથે ખિચા, આંબરડી, ભાડેર, કોઠા પીપરિયા, માલસિકા ગામોમાં વરસાદ શરૂ થયો હતો. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી હતી.
- 09:57 AM • 13 Aug 2024રાજ્યના 62 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં સારા વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજ્યના 62 ડેમ હાલમાં હાઈ એલર્ટ પર છે. જ્યારે નર્મદા ડેમની જળ સપાટી 135.86 મીટરે પહોંચી છે. નર્મદામાંથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના તળાવો ભરવા માટે પાણી છોડવામાં આવશે.
- 09:57 AM • 13 Aug 2024ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે. સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
- 09:57 AM • 13 Aug 2024રાજ્યમાં 24 કલાકમાં કેટલા તાલુકામાં વરસાદ?
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 182 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીમાં સાડા ત્રણ ઈંચ, ઉમરપાડા-આણંદમાં 3-3 ઈંચ, જલાલપોર-પલસાણામાં અઢી-અઢી ઈંચ, ડભોઈમાં સવા બે ઈંચ, હાલોલમાં સવા બે ઈંચ, તાપીના ધોલવણમાં બે ઈંચ, વાલોદમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો.
ADVERTISEMENT