Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 10:20 AM • 16 Aug 2024Paresh Goswami Varsad Ni Aagahi: Gujarat માં વરસાદ તોફાની બનશે?
- 09:55 AM • 16 Aug 2024હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્મય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે 16મી ઑગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી સહિતના મોટા ભાગના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
- 09:17 AM • 16 Aug 2024અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં, જે મજબૂત બનીને ઓરિસ્સા છત્તીસગઢ થઈને ગુજરાત આવશે. આ મહિનાના અંત અને સાતમી સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તો તારીખ 16થી 24 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. જેમાં તારીખ 16-17 રાજ્યના કેટલાક ભાગોમાં ઝાંપટા પડી શકે છે. તો 20થી 25 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
- 09:17 AM • 16 Aug 2024છેલ્લા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ શિનોરમાં પડ્યો છે. આ ઉપરાંત ગોધરામાં 17 મી.મી., કરજણમાં 15, તિલકવાડા 15, શહેરા અને લુણાવાડામાં 10-10 મી.મી. વરસાદ વરસ્યો છે.
ADVERTISEMENT