Gujarat Rain LIVE Updates: રાજકોટ-જામનગર સહિત 5 જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

Gujarat Rain

Gujarat Rain

follow google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 12:36 PM • 18 Jul 2024
    સરદાર સરોવર ડેમ 54 ટકા ભરાયો

    રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 54 ટકાને પાર કરી ગયું છે. સરદાર સરોવરમાં હાલમાં 1,81,229 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 54.25 ટકા જેટલો જળસંગ્રહ છે. જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 35.38 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.

  • 12:34 PM • 18 Jul 2024
    જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ

    અમરેલીમાં જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથકમાં મેઘમહેર થઈ હતી. જાફરાબાદના નાગેશ્રી, મીઠાપુર, દુધાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. 

     

     

  • 09:57 AM • 18 Jul 2024
    આજે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

    ઓડિશા પર સર્જાયેલા લો પ્રેશરથી ગુજરાતમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદનું જોખમ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 22 જુલાઈ સુધી વરસાદની આગાહી છે. રાજ્યમાં આજે સાર્વત્રિક ગાજવીજ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરાઈ છે. તેમાં પણ જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

  • 09:57 AM • 18 Jul 2024
    24 કલાકમાં ક્યાં-ક્યાં વરસાદ પડ્યો?

    છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 41 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છના લખપતમાં 1 ઈંચ, ગીર સોમનાથના તલાલા, રાજકોટના કોટડા સાંગાણી, વલસાડ તથા નડિયાદમાં અડધો-અડધો ઈંચ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના કેશોદમાં 10 એમ.એમ અને મોરબીના હળવદમાં 9 એમ.એમ વરસાદ પડ્યો છે. 

follow whatsapp