Gujarat Rain Live Updates: બપોરના 12 વાગ્યા સુધીમાં 60 તાલુકાઓમાં વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં વરસ્યો

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

Gujarat Rain Live

ગુજરાત વરસાદ

follow google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 09:38 PM • 25 Jun 2024
    Gujarat Rain: પાટણ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી 
    • પાટણ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી 
    • પાટણ, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં 5 mm થી 2 ઇંચ સુધી વરસાદ પડ્યો 
    • ધોધમાર વરસાદના કારણે પાટણ નગરપાલિકાના પ્રિ મોન્સુન પ્લાનના નિષ્ફળ જોવા મળ્યો 
    • પાટણ શહેરનું રેલવે ગરનાળુ ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં
    • રેલવે ગરનાળાથી નવાગંજ બજાર સુધી લાગી વાહનોની લાંબી કતાર
    • ટ્રાફિક જામમાં 108 મોબાઈલ વાન પણ અટવાઈ
  • 08:58 PM • 25 Jun 2024
    Gujarat Rain: મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદ

    મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, વીજળીના ચમકારા સાથે વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડી પ્રસરી છે. મહેસાણાના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, હાઇવે વિસ્તાર ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

  • 08:35 PM • 25 Jun 2024
    Gujarat Rain: 28 જૂન સુધીમાં અતિભારે વરસાદ

    અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમાં ચાર ઈંચથી વધારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 28 જૂન સુધીમાં અતિભારે વરસાદ થઈ શકે છે. 

  • 07:00 PM • 25 Jun 2024
    Gujarat Rain: અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

    ધારી ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ધારીના ગીગાસણ, ગોવિંદપુર, બોરડી, દલખાણીયા, મીઠાપુર સહિત આસપાસના વિસ્તારોમાં પાણી-પાણી થઈ ગયા હતા.

  • 06:56 PM • 25 Jun 2024
    Weather Forecast: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેધરાજા કરશે ધમાકેદાર બેટીંગ

    હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં વરસાદની શરૂઆત, દાંતીવાડા ,ડીસા પાલનપુર સહીતના વિસ્તારમાં વરસાદ..તો જૂનાગઢમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ છે.

     

  • 06:52 PM • 25 Jun 2024
    Gujarat Rain: બપોર સુધીમાં સૌથી વધુ વરસાદ કયા પડ્યો?

    રાજ્યમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં એટલે કે સવારે 6 થી 12 સુધીમાં 60 તાલુકામાં મેઘરાજાની પધરામણી જોવા મળી છે, જેમાં સૌથી વધુ ખેડામાં 2 ઇંચ ખબક્યો છે.

  • 06:27 PM • 25 Jun 2024
    અંબાલાલ પટેલની આગાહી

    અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તેમના જણાવ્યા અનુસાર, વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમાં ચાર ઈંચથી વધારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 28 જૂન સુધીમાં અતિભારે વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે,  રાજ્યભરમાં 28 જૂનથી 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.  જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચ સુધી વરસાદ થઈ શકે છે.

    https://www.gujarattak.in/gujarat-news/story/ambalal-patel-rain-forecast-rain-will-occur-in-gujarat-with-heavy-winds-alert-in-these-areas-3011827-2024-06-25

  • 04:46 PM • 25 Jun 2024
    Gujarat Rain: અંબાજીમાં ભારે વરસાદ

    અંબાજી ખાતે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અંબાજીમાં વરસાદના પગલે પાણી ધર્મશાળાના ગેટમાં ઘૂસ્યા છે. અંબાજી પોલીસ સ્ટેશન પાસે ઘૂંટણસમા પાણી ભરાયા છે. હાઇવે બેટમાં ફેરવાતા વાહન ચાલકોને તકલીફ પડી રહી છે. 

  • 03:15 PM • 25 Jun 2024
    ભાવનગરના વાતાવરણમાં અચાનક પલ્ટો

    ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. જિલ્લાનાં શિહોર તાલુકાના વરલ, ગુંદાળા, ટાણા, થોરાળી બેકડી, જાબાળા ધોધમાર વરસાદ શરુ થયો છે.  ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.  શહેર સહિત જિલ્લામાં સતત ત્રણ દિવસના વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. 

  • 01:40 PM • 25 Jun 2024
    અમરેલીમાં બોલેરો નદીમાં ખાબકી

    અમરેલીની અમર ડેરી નજીક શેત્રુજી બ્રિજ પર દુર્ઘટના સર્જાઈ છે.અમરેલીના ગાવડકા નજીક શેત્રુજી નદીમાં બોલેરો કાર ખાબકી છે.  શેત્રુજી નદીના બ્રિજ પરથી બોલેરો કાર રેલિંગ તોડીને નીચે ખાબકતા ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થઈ છે. જે બાદ બોલેરોના ડ્રાઈવરને અમરેલી બાદ રાજકોટ રિફર કારયો છે. 

     

     

  • 12:59 PM • 25 Jun 2024
    NDRFની કુલ 7 ટીમોને ડિપ્લોય કરાઈ

    NDRF અપડેટ ગાંધીનગર: ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને NDRFની ટીમો ડિપ્લોય કરાઈ છે. NDRFની કુલ 7 ટીમોને ડિપ્લોય કરવામાં આવી છે. અગાઉ 3 ટીમો ડિપ્લોય કરવામાં આવી હતી. જેમાં વલસાડ, રાજકોટ અને કચ્છનો સમાવેશ થાય છે. ત્યારે આજે અલગ અલગ જિલ્લાઓમાં વધુ 4 ટીમો ખસેડાઈ છે. જેમાં ગીર સોમનાથ માટે 1, દ્વારકા માટે 1 ટીમ, ભાવનગર માટે 1 ટીમ અને નર્મદા માટે 1 ટીમ મોકલવામાં આવી છે.

  • 11:56 AM • 25 Jun 2024
    વિસાવદરમાં મેઘરાજાની ધડબડાટી

     આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી રાજ્યના 59 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વિસાવદરમાં નોંધાયો છે. વિસાવદરમાં 48 મિમિ વરસાદ નોંધાયો છે. 

    તાલુકો વરસાદ (મિમિમાં)
    વિસાવદર 48
    ડેસર 48
    કાલોલ 32
    સાવલી 27
    જાંબુઘોડા 24
    કુકાવાવ-વડિયા 16
    ગળતેશ્વર 16
    હાલોલ 15
    ઘોઘંબા 14
    આણંદ 11
    ગારીયાધાર 10
    મહેમદાવાદ 10
  • 11:54 AM • 25 Jun 2024
    Gujarat Rain: વાંસલ ડેમ ઓવરફ્લો

    સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ચૂડા તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે. જેના લીધે તંત્ર દ્વારા નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા છે.

  • 10:49 AM • 25 Jun 2024
    Gujarat Rain: 28 જૂન સુધી એલર્ટ

    - હવામાન વિભાગે 25 જૂને ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે.
    - હવામાન વિભાગે 26 જૂને ગુજરાતના પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદની આગાહી કરી છે. 
    - હવામાન વિભાગે 27 જૂને ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે.
    - હવામાન વિભાગે 28 જૂને ગુજરાતના ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
    - હાલના વરસાદ બાદ જૂનના અંતમાં થોડો વિરામ રહેશે અને ત્યાર બાદ બીજી વરસાદી સિઝન શરૂ થશે. જે સૌરાષ્ટ્રના મોટાભાગના ભાગો અને ઉત્તર અને મધ્ય ગુજરાતના આંતરિક ભાગોમાં ચોમાસું આગળ ધપાવશે.
     

  • 10:48 AM • 25 Jun 2024
    આ વિસ્તારોમાં આજે ભારે વરસાદનો ખતરો

    આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, પાટણ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભાવનગર, મહુવા, અમરેલી, જૂનાગઢ, સોમનાથ અને વેરાવળમાં ભારે વરસાદનો ખતરો છે. આ સમયગાળા દરમિયાન કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.
     

     

  • 09:43 AM • 25 Jun 2024
    Gujarat Rain: આજે આ વિસ્તારમાં વરસાદની આગાહી

    આજે ગુજરાતના  1 જિલ્લામાં ઓરેન્જ અને 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, તાપી, છોટાઉદેપર, ડાંગ, નર્મદા અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જ બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  

  • 09:42 AM • 25 Jun 2024
    Gujarat Rain: 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ

    ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. મેઘરાજા રાજ્યના અનેક જિલ્લાઓમાં હેત વરસાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે 24 જૂને સવારે 6 વાગ્યાથી 25 જૂને સવારના 6 વાગ્યા સુધીમાં 153 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ખેડા જિલ્લામાં નોંધાયો છે. ખેડા જિલ્લાના માતરમાં 116 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે ચૂડામાં 90 મિમિ વરસાદ નોંધાયો છે.  આ સાથે મહેમદાબાદમાં 84 મિમિ વરસાદ નોંધાયો છે. આ સાથે ધંધુકા, લાલપુર અને માણસામાં ક્રમશ 67, 65,48 મિમિ વરસાદ નોંધાયો છે. 
     

follow whatsapp