Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 09:01 PM • 24 Jun 2024Weather Updates: નખત્રાણામાં વરસાદ
નખત્રાણામાં ધોધમાર વરસાદ ખબક્યો, રસ્તા પર નદીની જેમ પાણી-પાણી થઈ ગયા
- 08:43 PM • 24 Jun 2024Weather Updates: અરવલ્લી જિલ્લા માં સતત બીજા દિવસે વરસાદ
- અરવલ્લી જિલ્લા માં સતત બીજા દિવસે વરસાદ
- માલપુર તાલુકાના ગ્રામીણ પંથક વરસાદ
- અણિયોર,ઉભરાણ,સાતડા સહિત ગ્રામ્ય વિસ્તાર માં વરસાદ
- વરસાદ પડતા વાતાવરણ માં ઠંડક પ્રસરી
- 08:29 PM • 24 Jun 2024Weather Updates: આવતીકાલે આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
25 જૂનની વાત કરીએ તો આવતીકાલે 1 જિલ્લામાં ઓરેન્જ અને 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, તાપી, છોટાઉદેપર, ડાંગ, નર્મદા અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જ બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
- 07:38 PM • 24 Jun 2024Weather Updates: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
આજે સવારે પણ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ વચ્ચે હવે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
- 07:16 PM • 24 Jun 2024Weather Updates: આગામી દિવસોમાં વરસાદની આગાહી
25 જૂન: ભારે થી અતિ ભારે વરસાદ – બનાસકાંઠા અને ભારે વરસાદની આગાહી સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ
26 જૂન: ભારે વરસાદ - પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ
27 જૂન: ભારે વરસાદ - નવસારી, વલસાડ, તાપી, દમનદાદરા નગર હવેલી
28 જૂન: ભારે વરસાદ - ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, ગમન દાદા નગર હવેલી
- 05:40 PM • 24 Jun 2024Weather Updates: ગુજરાતના 3 જિલ્લામાં રેડ અને 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા જામનગર, દેવભૂમિ દ્વારકા અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ત્રણેય જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ અત્યાંત ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, નવસારી, વાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, રાજકોટ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર , ભરૂચ, નર્મદામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.
વધુ વાંચો:- ગુજરાત માટે આગામી 24 કલાક 'ભારે': દ્વારકાથી લઈને ડાંગ સુધી વીજળીના કડાકા સાથે મેઘો તૂટી પડશે - 05:39 PM • 24 Jun 2024Weather Updates: હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, નર્મદા, અરવલ્લી, તાપી, વલસાડ, ડાંગ, દાહોદ, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
- 03:23 PM • 24 Jun 2024આવતીકાલે આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
25 જૂનની વાત કરીએ તો આવતીકાલે 1 જિલ્લામાં ઓરેન્જ અને 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, તાપી, છોટાઉદેપર, ડાંગ, નર્મદા અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જ બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
- 03:22 PM • 24 Jun 2024ગુજરાતના 3 જિલ્લામાં રેડ અને 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા જામનગર, દેવભૂમિ દ્વારકા અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ત્રણેય જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ અત્યાંત ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, નવસારી, વાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, રાજકોટ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર , ભરૂચ, નર્મદામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.
- 02:09 PM • 24 Jun 2024Weather Updates: 24 કલાકમાં ક્યાં કેટલા ઇંચ વરસાદ?
Video: https://youtu.be/hYY2LvKfJzs
- 11:00 AM • 24 Jun 2024સુરતમાં પહેલા જ વરસાદમાં રોડ બેસી ગયો, ટ્રક ફસાઈ
Surat News: ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરના રસ્તાઓ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. હજી તો વરસાદની શરૂઆત છે ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટના બની છે. સુરતના અડાજણમાં રેતી ભરેલી ટ્રકનું ટાયર 3 ફૂટ અંદર બેસી ગયું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહોતી થઈ. સોસાયટીમાંથી રેતી ભરી નીકળેલ ટ્રક એકાએક નમી જતા ચાલકનો જીવ ટાળવે ચોંટ્યો હતો.
- 10:49 AM • 24 Jun 2024ભાવનગરમાં ચાલુ વરસાદ વચ્ચે તંત્ર રોડ બનાવી રહ્યું છે
ભાવનગર જિલ્લાના અલંગ-ત્રાપજ ખાતે તંત્રની ઘોર બેદરકારી આવી સામે છે. ચાલુ વરસાદમાં તંત્ર દ્વારા રોડ બનાવની કામગીરી કરી શરૂ કરવામાં આવી છે. હાલ જિલ્લામાં વરસાદી માહોલ છે તેવામાં ત્રાપજ-અલંગ રોડને બનાવાનું કામ તંત્ર એ શરૂ કર્યું.
- 10:06 AM • 24 Jun 2024જામનગરના મૂળિયા ગામનો પુલ તૂટ્યો
જામનગર કાલાવડના મૂળિયા ગામનો પુલ તૂટી ગયો. વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. પુલ તૂટી જતા સ્કૂલ બસ ફસાઈ જે બાદ ગ્રામ જનોએ બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું.
- 09:59 AM • 24 Jun 2024ભરૂચ જિલ્લામાં ચોમાસુ જામ્યુ
ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા
- અંકલેશ્વર 1 ઇંચ
- આમોદ 6 મી.મી.
- જંબુસર 4 મી.મી.
- ઝઘડિયા 1 ઇંચ
- નેત્રંગ 1.5 ઇંચ
- ભરૂચ 5 મી.મી.
- વાગરા 8 મી.મી.
- વાલિયા 2 ઈંચ
- હાંસોટ 11 મી.મી.
- 09:58 AM • 24 Jun 2024છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ
છોટા ઉદેપુર જીલ્લામાં વાવણી લાયક ધોધમાર વરસાદ વરસતાં ખેડુતોમાં ખુશીની લહેર જોવા મળી છે. આગાઉ વરસાદ વરસતાં ખેડુતો ખેતરો ખેડી વરસાદની રાહ જોતા હતા, ત્યારે આજે વાવણી લાયક વરસાદ વરસતાં ખેડૂતો હવે વાવણીના કામમાં જોતરાશે.
- 09:55 AM • 24 Jun 2024રાજકોટમાં વરસાદ બાદ ખાડા પડતા સ્કૂલ બસ
રાજકોટમાં સિઝનના પ્રથમ નોંધપાત્ર વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે. અનેક જગ્યાએ થોડા જ વરસાદમાં પાણી ભરાયા છે. જેના કારણે કેટલીક જગ્યાએ સ્કૂલ બસો પણ બંધ પડી હતી. મવડી વિસ્તારમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ હતી, તો તો દોશી હોસ્પિટલ પાસે પણ સ્કૂલ બસ રસ્તામાં ખાડો પડતા ફસાઈ ગઈ હતી. જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી.
- 09:53 AM • 24 Jun 2024ગોંડલના વેજા ગામે વીજળી પડી
રાજકોટ: ગોંડલ તાલુકાના વેજા ગામે વીજળી પડવાની ઘટના બની હતી. વૃક્ષ પર વીજળી પડી હોવાનો લાઈવ વિડિયો આવ્યો સામે હતો. જો કે કોઈ જાનહાની થઈ નથી. રવિવારે સાંજે વરસાદ દરમિયાન વીજળી પડવાની ઘટના બની હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT